________________
શ્લોક-૧૩૦
૫૫૫ સ્વરૂપમાં ) (પ્રતિષ્ઠ7) ઠરી જાય.
ભાવાર્થ:- અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું,
જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩૦.
શ્લોક ૧૩૦ ઉપર પ્રવચન
હવે એની ગાથા. “ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું....” હવે કહે છે. પરથી ભિન્ન અને સ્વભાવની એકતા ક્યાં સુધી કરવી ? પૂર્ણ થાય ત્યાં સુધી. આ..હા.
भावयेद्भेदविज्ञानमिदमिच्छिन्नधारया।
तावद्यावत्पराच्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।१३० ।। ઓ.હો..હો...! ( મ્ મે વિજ્ઞાન) “આ ભેદવિજ્ઞાન...” “એટલે આ. ભેદવિજ્ઞાન (અર્થાતુ) રાગથી ભિન્ન, વિકલ્પથી ભિન્ન એવું જે ભેદવિજ્ઞાન. (સચ્છિન્ન-ધારય) “અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે)” આહા...હા....! ઘડીકમાં પરથી જુદો અને વળી ઘડીકમાં પરથી એકત્વ એમ નહિ. આહા...હા...! પરથી જુદાની અચ્છિન્નધારાએ ભાવના કરવી. આહા...હા....! આચાર્યોના તીવ્ર શબ્દો પંચમ આરા માટે આ કહે છે ? પંચમ આરાના સાધુ છે, પંચમ આરાના શ્રોતાને કહે છે. કોઈ એમ કહે કે, પંચમ આરામાં કાંઈ નથી. કહે છે ને ? એક “મૃતસાગર' છે. “શ્રુતસાગર' સાધુ. “શાંતિસાગરના કેડાયતમાં. (ઈ કહે છે. અત્યારે તો શુભજોગ જ હોય, બસ ! અરે...૨...! આવું ગજબ કરે છે. કોઈ પાછું સાચું બોલનાર ન મળે, કોઈ પૂછનાર ન મળે. તમે આ શું કહો છો ? શુભભાવ તો અભવીને અનંતવાર હોય છે. શુભભાવ તો અનંત વાર કર્યો છે પણ) ધર્મ ન થયો.
આ ભેદવિજ્ઞાન અચ્છિન્નધારાથી (અર્થાતુ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) ત્યાં સુધી...” (તાવ) નામ ‘ત્યાં સુધી...” આહાહા...! (માવયે) “ભાવવું કે જ્યાં સુધી...” (TRI યુત્વ) “પરભાવોથી છૂટી.” તદ્દન પરભાવથી છૂટીને એકલું જ્ઞાન – આત્મા રહી જાય ત્યાં સુધી ભેદજ્ઞાનની ભાવના કરવી. આ..હા..! એકવાર કર્યું એટલે પછી થઈ રહ્યું એમ નહિ પણ પછી પણ ઠેઠ સુધી સ્વરૂપનું ઘોલન રહ્યા જ કરે, સ્વરૂપ તરફની દશાનો પુરુષાર્થ રહ્યા જ કરે, એ (ચ્છિન્ન-ધારયા) ભેદવિજ્ઞાન છે. આહા...હા..!
મુમુક્ષુ – બારમાં ગુણસ્થાન સુધી.