________________
પપ૩
શ્લોક-૧૨૯ હોય છે. પૂર્ણ ન હોય ત્યાં એ ભાવ આવે પણ છે એ બંધનું કારણ.
અહીં તો શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ થાય છે અને તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ. આહાહા..! થાય છે. તમે વિજ્ઞાનતઃ હવ) “ભેદવિજ્ઞાનથી જ થાય છે. એમ કીધું. (મેવવિજ્ઞાનત: પવ) એમ છે ને ? “વ' છે ને વ’ ? (મેવવિજ્ઞાનતઃ વ) નિશ્ચય પડ્યો છે. તમે વિજ્ઞાનતઃ 4) જેને આત્માની અનુભવની પ્રાપ્તિ થાય એને ભેદવિજ્ઞાનથી જ થાય. રાગની સહાયથી કે પુણ્ય-પાપ, દયા, દાનની સહાયથી થાય એમ નથી. આહા..હા...! હવે આવું હોય તો ખળભળાટ થાય કે નહિ ? તમારા પેલા કપિલ કોટડિયાને ખળભળાટ(થઈ ગયો). બધાને ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે એટલે ખળભળાટ. ખળભળાટ થઈ ગયો. એ અનાદિનું છે, ઈ કંઈ નવું નથી, બાપુ ! આહાહા...!
અહીં તો ઈ કીધું, તે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ “ભેદવિજ્ઞાનથી જ થાય છે. બીજો કોઈ ઉપાય જ નથી, બીજી કોઈ એની વિધિ નથી, બીજી કોઈ એની રીત નથી. આહા...હા...! આચાર્યોએ તો સૂર્યની જેમ ચોખ્ખી વાત મૂકી દીધી. દુનિયાને બેસે કે ન બેસે. માણસને બેસે (કે) ન બેસે. આહા...હા.! વાત તો જુઓ ! “સર્પદ્યતે' તે શુદ્ધાત્માનો અનુભવ (મેવિજ્ઞાનતઃ પવ) આહાહા..! ગજબ વાત છે ! પહેલેથી શરૂઆત તે ઠેઠ (સુધી) પરથી જુદું સ્વના અનુભવથી જ ધર્મ – સંવર થાય છે. આ..હા...! જેટલો પરથી ભેદ કરીને અભેદમાં આવે એટલો ધર્મ. આગળ હજી ભેદ રહી જાય એનાથી પછી જુદો પડે એટલો ધર્મ. એ જેટલો રહે એટલો આસ્રવ. આહા..હા..!
(મેવિજ્ઞાન: વ) છે ને એમાં શબ્દ ? ( મેવિજ્ઞાન: વ) મૂળ શ્લોક(ની) ત્રીજી લીટી છે. ભેદવિજ્ઞાન જ. આહા..હા..! આ “જ’માં તો એકાંત થઈ જાય. ભગવાનનો માર્ગ અનેકાંત છે. એકાંત છે એટલે ભેદવિજ્ઞાનથી થાય અને અભેદથી ન થાય એનું નામ અનેકાંત છે. આહા..હા...! લોકો કહે, ભગવાનનો માર્ગ તો “જ” એકાંત હોય નહિ. અહીં પૂરો એકાંત કીધો. ભેદવિજ્ઞાનથી જ મુક્તિ થાય, એકાંત છે. સમ્યફ એકાંત, નિશ્ચયનય (છે). આહાહા..! હવે આ બધા થોથા કરીને બેસે. સામાયિક કર્યા, પોસા કર્યા, પડિકસ્મણા કર્યા, એ બધા) થોથા કર્યા. એ તો મિથ્યાત્વના પોષક છે. આહા...હા...!
નાનામાં નાની રાગની ક્રિયા કે કંપનની ક્રિયા થાય) એની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વ છે. અને નાનામાં નાનું પહેલું ભેદજ્ઞાન એ કંપન અને રાગથી ભિન્ન પડેલું ભેદવિજ્ઞાન મુક્તિનું કારણ છે. આહાહા...! એમાં છે કે નહિ ? આહા..હા...! કેવો શ્લોક મૂક્યો છે ! “સમ્પ્રદ્યતે સંવર સાક્ષાછુદ્ધાત્મતત્ત્વરી વિનોપનમા/ જ મે વિજ્ઞાન પ્રવ તરમા’ એમ પાછું. આહાહા...! સાક્ષાત સંવરની – ધર્મની પ્રાપ્તિ થાય) એ શુદ્ધ આત્મતત્ત્વના અનુભવથી (થાય) અને તે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ ભેદજ્ઞાનથી થાય છે. આહાહા...! ભેદવિજ્ઞાનથી સંવર થાય છે અને આત્માના સ્વભાવની અભેદતાથી સંવર થાય છે. પરથી ભિન્નતા થઈ