________________
પપ૬
સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર – પહેલેથી શરૂઆત, સાતમેથી. ઈ બારમું-બારમું કાંઈ નહિ. અહીં ગુણસ્થાન લીધા જ નથી. ગુણસ્થાન જીવમાં છે જ નહિ. નથી આવ્યું ઈ ? ગુણસ્થાન જીવમાં છે જ નહિ. અહીં તો રાગથી પરથી ભિન્ન કરીને પોતામાં સંપૂર્ણ થાય ત્યાં સુધી ભાવવું, આટલી વાત છે). એમાં વચ્ચે ગુણસ્થાન આવે પણ એ વાત લીધી હતી, પણ જીવમાં ગુણસ્થાન છે જ નહિ. આહા..હા..! આવી વાતું છે. ગુણસ્થાન ભેદવાળું છે. એનાથી પણ ભેદ પાડીને અભેદ કરવું છે. આહા..હા.! પછી કહેવાય એને પહેલેથી ભેદ પાડીને કરે તો ચોથું આવે, વિશેષ એકાગ્ર થાય તો પાંચમું આવે એમ કહેવાય. વિશેષ સ્થિરતા થાય (એટલે) છઠુંસાતમું આવે. પણ એ પર્યાયબુદ્ધિ પર લક્ષ નહિ, એમ કહે છે. ચૌદ ગુણસ્થાન એ પર્યાયબુદ્ધિ છે. આહા..હા..!
અખંડ જ્ઞાયકભાવ પૂર્ણ પરમાત્મા, અતીન્દ્રિય આનંદનો ભરચક ભરેલો કોઠારા આહાહા.! અતીન્દ્રિય આનંદનો ભરચક ભરેલો ભંડાર, એની તરફની ભાવના પૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી કરવી. આહાહા...! આવો વખત મળે ક્યાં ? આ..હા...! છોકરાને સાચવવા, ઘરમાં પચીસ-ત્રીસ માણસ થાય અને આ મોંઘવારી. એક એક માણસને પચાસ પોણોસોનો ખર્ચ તો થાય. વીસ માણસ હોય તો પંદરસો રૂપિયા જોઈએ. આહાહા..! આકરું કામ છે.
અહીં તો કહે છે કે, શુભવિકલ્પ જે આવે એનાથી ભેદજ્ઞાન ભાવવું. પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (ભાવવું). આહા...હા...! છે ને ? પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ.” જ્ઞાન એટલે આત્મા. આત્મા આત્મામાં જ પોતાના સ્વરૂપમાં છ ઠરી જાય.” ત્યાં સુધી પરથી જુદો પાડવો. એકદમ ઠરી જાય. આહાહા..! ચારિત્રની યથાખ્યાત ચારિત્ર દશા ભેદવિજ્ઞાનથી (થાય) ત્યાં સુધી એણે ભાવવું. ભેદઅભ્યાસ આવે છે ને ? કળશમાં બે-ત્રણ ઠેકાણે આવે છે. ભેદ-અભ્યાસ ચારિત્રને માટે પણ. આહાહા..!
ભાવાર્થ – “અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું.” આત્મા આત્મામાં ઠરે એ બે પ્રકારે છે). “એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય.” એકતાબુદ્ધિ તોડીને સ્વમાં એકત્વ આવ્યો એને પણ અહીંયાં ભેદવિજ્ઞાન કહેવાય. આહા..હા...! “અને જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય.” ઉપયોગ વર્તમાનમાં જ્યારે શુદ્ધ ઉપયોગ થઈ જાય. પહેલા શુદ્ધ ઉપયોગ પૂર્ણ નહોતો થયેલો. કોઈ વખતે થતો. બીજામાં (કહે છે), પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી). “જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે.... આહાહા....! ‘ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.” પહેલું સમ્યગ્દર્શનની અપેક્ષાએ ઠરી ગયું કહેવાય. પણ એટલું હજી પૂર્ણ ઠર્યું નથી. પછી જ્ઞાન જ્ઞાનમાં તદ્દન ઠરી જાય ત્યાં સુધી ભેદજ્ઞાન રાખવું. આહાહા...! આવા ભાવ અને આવા ભાવના અર્થો. અજાણ્યા માણસને એમ લાગે) કે, આમાં કરવું શું? કરવાનું ન આવ્યું ? ભાઈ ! આહા...હા...! પ્રભુ ! તું મોટો પડ્યો છો તું. તારા પરમાત્મા