Book Title: Samaysara Siddhi 6
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 576
________________ પપ૮ સમયસાર સિદ્ધિ-૬ તે કર્મથી છૂટે જ છે – મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું – સંસારનું – મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. અહીં આમ પણ જાણવું કે – વિજ્ઞાનતવાદી બૌદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં સ્વૈત જ – બે વસ્તુઓ જ – માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ – બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે. ૧૩૧. પ્રવચન નં. ૨૬૭ શ્લોક-૧૩૧-૧૩૨ શનિવાર, અષાઢ સુદ ૬, તા. ૩૦૬-૧૯૭૯ (‘સમયસાર'), ૧૩૧ કળશ છે. भेदविज्ञानत: सिद्धा: सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।१३१ ।। યે વેવની કોઈપણ અત્યાર સુધી સિદ્ધ થયા એ ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે. આ એક સિદ્ધાંત. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ, એનાથી પણ જુદા પડીને દ્રવ્યનો આશ્રય લઈને ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. આ..હા...! મહાસિદ્ધાંત છે. અનંતકાળથી જે કોઈ સિદ્ધ થયા એ બધા વિકલ્પથી ભિન્ન પડી અને આત્માનો અનુભવ કરીને, એનો અનુભવ છોડીને – રાગનો અનુભવ છોડીને, સ્વભાવનો અનુભવ કરીને સિદ્ધ થયા. આ એક જ સિદ્ધાંત છે, લ્યો ! આ...હા...હા...! કોઈ કહે, વ્યવહાર દયા, દાન ને વ્રત, ભક્તિ કરતા સિદ્ધ થાય, નિશ્ચય થાય એ વાત જૂઠી છે. આહા..હા...! આકરું કામ છે. પહેલાં આપણે આવી ગયું છે. સંવર (થવાનું) પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે. ભેદવિજ્ઞાનથી જ સંવર) થાય છે. આ...હા...! આત્મા અનંત જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ (છે), એ રાગથી ભિન્ન પડી અને ભેદવિજ્ઞાનથી મુક્તિને પામ્યા. ભેદવિજ્ઞાનથી સમકિત પામ્યા, ભેદવિજ્ઞાનથી ચારિત્ર પામ્યા, ભેદવિજ્ઞાનથી કેવળ પામ્યા, ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. આ એક માર્ગ છે. આહાહા...! જે કોઈ સિદ્ધ થયા...” જે કોઈ સિદ્ધ થયા. કોઈ પ્રકારે – ભેદે, કોઈ જંગલમાં, કોઈ

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599