________________
શ્લોક-૧૩૧
૫૬૫
લાગે છે. નિશ્ચયની વાત સાંભળતા, આત્મા નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્ય, એનો અનુભવ તે ધર્મ બીજી ક્રિયાકાંડનો રાગ એ ધર્મ નહિ. ત્યારે એ કહે કે, જુઓ ! વેદાંત પણ એમ કહે છે. માટે વેદાંતની જેવી આ જૈનની શૈલી છે. એમ નથી. આ તો જાત જ જુદી છે. આ..હા...!
“વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે. એક જ કહે છે, બે નહિ. “અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે.” અદ્વૈતનો અનુભવ એ બે થઈ ગયા. તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો;” એક જ આત્મા છે, સર્વવ્યાપક છે ને વિજ્ઞાનઘન એકલું તત્ત્વ છે, વિજ્ઞાન બૌદ્ધમાં એમ માને છે. બૌદ્ધમાં એક ફાંટો છે. વિજ્ઞાનઅદ્વૈતવાદી – વિજ્ઞાન એકલું છે, બસ ! અને ઓલા વેદાંતી (કહે છે), એક જ આત્મા સર્વવ્યાપક (છે).
“ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ કહેવાથી, નિષેધ થયો;” કે બેય ખોટા છે. કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં.... સર્વથા. કથંચિત અદ્વૈત છે. એટલે કે પોતે ગુણપર્યાય અભેદ છે એ અપેક્ષાએ કથંચિત અભેદ છે. આ..હા. દ્રવ્ય અને પર્યાય એવા ભેદ છે એ અભેદ દૃષ્ટિમાં એ ભેદ નથી. એ અપેક્ષાએ અદ્વૈત છે, પણ આ લોકો કહે છે એ પ્રમાણે અદ્વૈત નથી. બૌદ્ધ એકલું જ્ઞાન જ માને અને ઓલા એકલો આત્મા માને, એમ નથી. આહાહા..! તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી...” છે ? “કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી;...” આ..હા...હા...!
“જ્યાં àત જ બે વસ્તુઓ જ-માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું?’ આહા..હા...! બે ચીજ માને નહિ ત્યાં ભિન્ન કોનાથી કરવું ? એ તો કાંઈ રહ્યું નહિ. આહાહા...! જો જીવ અને અજીવ – બે વસ્તુઓ માનવામાં આવે...” જીવ અને અજીવ, બે માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે. પાછો સંયોગ હોય, સંયોગ ન હોય તો એ તો મુક્ત છે, મુક્ત થયો કહેવાય. આહાહા...! એટલે ભેદ પાડવો તો રહ્યો નહિ, અનાદિથી મુક્ત જ છે, એમ નથી. તેમનો સંયોગ માનવામાં આવે....” કોનો ? જીવ અને અજીવનો. રાગાદિ પણ અજીવ છે. આહા...હા...! “તો જ ભેદવિજ્ઞાન બની શકે.” બે માને તો ભેદવિજ્ઞાન બની શકે. એકલા ન્યાય આપ્યા છે. આ..હા..હા..! “અને સિદ્ધિ થઈ શકે. એક જ માને એને ભેદજ્ઞાન ન થાય અને મુક્તિ થાય નહિ.
માટે સ્યાદ્વાદીઓને અપેક્ષાથી કથન છે. અનંત ગુણ અને પર્યાયની અપેક્ષાએ આત્મા દ્વત પણ છે. અભેદની અપેક્ષાએ અદ્વૈત પણ છે. “સ્યાદ્વાદીઓ...” સ્યાદ્વાદી એટલે આમ સ્યાદ્વાદી, હોં ! સ્યાદ્વાદીનો અર્થ એવો નથી કે, નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી પણ થાય. વ્યવહારથી પણ થાય (અને) નિશ્ચયથી પણ થાય, એ સ્યાદ્વાદ. એ સ્યાદ્વાદ નથી. એમાં વસ્તુનો સ્વભાવ છે એને બે અપેક્ષાએ કહેવું એનું નામ સ્યાદ્વાદ, વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાય