________________
શ્લોક–૧૨૯
પપ૧
ભગવાન આત્માની સાથે એકત્વબુદ્ધિ થઈ એટલા કંપનનો અભાવ થાય છે. આહા..હા....! હવે અહીં તો હજી (લોકોને) શુભભાવથી ધર્મ મનાવવો છે. અહીં તો કહે છે), યોગના કંપનના અંશનો અભાવ ત્યારે ચારેથી એકત્વબુદ્ધિ તૂટે છે. આહાહા...! આવું આકરું કામ છે.
મુમુક્ષુ :- ક્ષાયિક સમકિત થઈ જાય છે. ઉત્તર :ઈ સમકિત જ છે. અહીં અપ્રતિહતની જ વાત છે આમાં. આહાહા...!
(શુદ્ધ-ગાત્મ-તત્ત્વરચ ૩૫નર્મા) જ્યારે પરથી ભેદજ્ઞાન કરે છે ત્યારે તેને શુદ્ધ પરમાત્મા આત્મા છે, એનો અનુભવ થાય છે. એનું નામ ભેદજ્ઞાન અને દર્શનની અપેક્ષાએ એનું નામ સમ્યગ્દર્શન, સ્થિરતાની અપેક્ષાએ એનું નામ સ્વરૂપ આચરણ. આહા..હા...! કારણ કે જેટલું કષાયમાં એકત્વ હતું એટલી બુદ્ધિ તૂટી એટલું કષાયના અભાવનું પરિણમન પણ થયું. આહા..હા.! સ્વરૂપાચરણની (કેટલાક) ના પાડે છે ને ? સ્વરૂપાચરણ ચોથે (ગુણસ્થાને) હોય નહિ, ભાઈ “વિદ્યાનંદ’, ‘વિદ્યાનંદ ને ? “વિદ્યાસાગર'.
અહીં તો કહે છે પ્રભુ ! એકવાર સાંભળ. એક કોર પરિપૂર્ણ ભગવાન અક્રિય જોગ કંપન રહિત, કષાય રહિત, મિથ્યાત્વ રહિત, અવ્રત રહિત, પ્રમાદ રહિત એવું જેનું સ્વરૂપ છે એનો પરથી ભિન્ન પડીને અનુભવ થતાં જેટલા અંશો છે એમાંથી એક એક અંશ બધા સાથે તૂટી ગયા. મિથ્યાત્વ ટળતાં બધા ચારે પ્રકારના અંશો ઓછા થઈ ગયા, અંશ તૂટી ગયો. એની સાથે એકત્વબુદ્ધિ રહી નહિ. આહા..હા...! જ્ઞાન ને સમકિત ધારા કષાય રહિત, યોગના કંપન રહિત થઈ ગઈ. ભલે થોડી (હોય). આ...હા.! આવું છે. માણસને મધ્યસ્થથી આગ્રહ છોડીને શાસ્ત્રને જે કહેવું છે એ મધ્યસ્થથી પોતાની દૃષ્ટિમાં ભેં. પણ આ તો પોતાની દૃષ્ટિ પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરે. એટલે બધા ઊંધા અર્થ થાય.
એ જ સાક્ષાત સંવર. આ.હા..હા..! સાક્ષાત સંવર, પ્રત્યક્ષ સંવર. આ.હા...! રાગ ને યોગથી એકત્વબુદ્ધિ તૂટતાં ભગવાનઆત્મા સાથે સાક્ષાત્ એકત્વબુદ્ધિ થાય છે. છે ને? ઈ સાક્ષાત (સર્વ પ્રકારે)...” ખરેખર શુદ્ધ આત્મતત્ત્વના અનુભવથી થાય છે. એ બધું શુદ્ધ આત્મતત્ત્વ તરફના વલણથી શુદ્ધ આત્મતત્ત્વ તરફના ઝુકાવથી એ અનુભવ થાય છે. કષાય ને અજ્ઞાન ને યોગ, એનો અંશ પણ ત્યાં તૂટી જાય છે. આહાહા...! કેટલાક કહે છે કે, ‘સોનગઢ વાળાએ સમકિત મોંઘું કર્યું. સહેલું હતું (ઈ) મોંઘું કર્યું. આ દેવ-ગુરુમાં ધર્મ માન્યા અને વ્રત કરવા એ એના – અજ્ઞાનીના સમકિત. આહા..હા....!
પરમાત્માનો એ પોકાર છે, પ્રથમમાં પ્રથમ સંવરનું મુખ્ય પ્રથમ કારણ ભેદવિજ્ઞાન છે. એનો અર્થ કે જે અભેદબુદ્ધિથી છે તેનાથી ભિન્ન પડવું એ પ્રથમ કારણ છે. આહા...હા.! કેવી વાત છે ! આ..હા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ સ્વભાવનું અસ્તિ તત્ત્વ , જેની બધી સત્તા શુદ્ધ છે એની એકતાબુદ્ધિમાં, અનુભવમાં પરથી ભિન્ન પડી જાય છે ત્યારે એ સંવરનું કારણ થાય છે. અને શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી... આહા...હા..! શુદ્ધ આત્મતત્વનો