________________
શ્લોક-૧૨૯
સરસ છે વાત. મુમુક્ષુ :
આત્માનું ધ્યાન કરવું ઈ પહેલું કારણ નહિ ?
ઉત્તર :– પહેલું આત્મા તરફનું વલણ કરવું અને પરની એકતા તોડવી એ ભેદજ્ઞાન. જુઓને આમાં લખ્યું છે ને ? કેમકે અનાદિથી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને રાગાદિ, કષાયાદિ કે યોગાદિથી એકત્વબુદ્ધિ છે. એ અનાદિથી છે. એનું ભેદવિજ્ઞાન પહેલું છે. આ..હા...! કાંઈક કરવાનું છે એ નહિ. ભલે ભેદવિજ્ઞાન પહેલું વિકલ્પવાળું હોય છે, વિકલ્પવાળું ભેદજ્ઞાન હોય. ખરું ભેદજ્ઞાન (તો) પછી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ (આનંદનો) અનુભવ થાય એ ભેદજ્ઞાન.
‘કળશટીકા’માં ભેદિવજ્ઞાનના બે પ્રકાર પાડ્યા છે. આ..હા...! બુદ્ધિપૂર્વક જ્યાં સુધી ભેદજ્ઞાન કરવાનું છે, બુદ્ધિપૂર્વક જ્યાં સુધી રાગ ને દ્વેષ ને જોગને ભિન્ન કરવાનું છે ત્યાં સુધી વિકલ્પ છે. એ વિકલ્પરહિત થઈને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એને સંવર અને સમિત થાય. આહા..હા...!
૫૪૯
હવે, સંવર થવાના ક્રમમાં...’ સંવર - ધર્મ થવાના ક્રમમાં. મોક્ષનો માર્ગ થવાના ક્રમમાં. આહા..હા...! સંવરનું પહેલું જ કારણ ભેદવજ્ઞાન કહ્યું...' આહા..હા...! ધર્મનું પહેલું કારણ ભેદવિજ્ઞાન કહ્યું. ધર્મ થના૨ને ભેદવિજ્ઞાન જ પહેલું કારણ કહ્યું. આહા..હા...! ૧૭મી ગાથામાં એમ આવ્યું હતું કે, પહેલો આત્માને જાણવો. અહીં એ જ કહ્યું (કે), પહેલામાં પહેલું ભેદવિજ્ઞાન કરવું. પરથી જુદો (કરવો). કારણ કે પરથી એકત્વબુદ્ધિ છે એ જ મિથ્યાત્વ અને અધ્યવસાય છે. આહા..હા...! એ યોગના કંપન કે દયા, દાન, વ્રતના રાગનો અંશ એની સાથે એકત્વબુદ્ધિ એ જ મિથ્યાત્વ ભાવનો અભેદ ભાવ છે. ૫૨ની સાથે અભેદ છે. આહા..હા...! એટલે પ્રથમ સંવર કરવાનું પહેલું કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે ઃ–’ એ ભેદવિજ્ઞાન થયું એની ભાવનાનો ઉપદેશ કહે છે. આહા..હા...! આખો દિ' આ ધમાલ કરે, ભગવાનની ભક્તિ કરે ને પૂજા કરે ને પૈસા ખર્ચે એથી ધર્મ થઈ જાય એ વાત છે નહિ. (એ) બધો આસવ છે. આહા..હા...!
અહીં તો ત્યાં સુધી (કહ્યું કે), મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ પાંચ જે બંધના કારણ છે, પાંચથી એકત્વબુદ્ધિ તોડવી, પાંચથી ભેદ કરવો એ ભેદજ્ઞાન પ્રથમ કારણ છે. આહા..હા...!
મુમુક્ષુ :
મુદ્દાની ૨કમ આપ કહો છો ને.
ઉત્તર :– મૂળ વસ્તુ છે. પહેલાં આવી ગયું છે કે, સમ્યક્ થતાં, ક્ષાયિક સમિકત થતાં યોગનો પણ એક અંશ નાશ થાય છે. એકત્વબુદ્ધિ નાશ થઈ તો એટલો કંપનનો યોગનો નાશ થયો. આહા..હા...! અહીં એ લીધું છે ને ? મિથ્યાત્વ, અવ્રત, અજ્ઞાન અને યોગ માથે લીધા ને ? ભાવાર્થમાં ચા૨ બોલ લીધા છે. ઈ ચારની સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી અધ્યવસાય મિથ્યાત્વ છે. આહા...હા...! એ ચારથી એકત્વબુદ્ધિ તોડીને, ચારથી એકત્વબુદ્ધિ –