________________
૫૪૮
શ્લોક-૧૨૯
સમયસાર સિદ્ધિ-૬
(૩૫નાતિ)
सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात् । स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम् । । १२९ । ।
સંવ૨ થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે :–
શ્લોકાર્થ :– (૫: સાક્ષાત્ સંવર:) આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર (ત્તિ) ખરેખર (શુદ્ધ-આત્મ-તત્ત્વસ્ય ઉપજમા) શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી (સમ્પઘતે) થાય છે; અને (સ:) તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ (મેવવિજ્ઞાનતઃ વ) ભેદવિજ્ઞાનથી જ થાય છે. (તસ્માત્) માટે (તત્ મેવિજ્ઞાનમ્) તે ભેદવજ્ઞાન (અતીવ) અત્યંત (ભાવ્યમ્) ભાવવાયોગ્ય છે.
-
ભાવાર્થ :– જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આસવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯.
શ્લોક ૧૨૯ ઉપર પ્રવચન
સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ...' લ્યો ! પહેલું કયું કારણ ? ધર્મ થવમાં પહેલું કારણ શું ? ધર્મ કહો કે સંવર કહો. સમ્યગ્દર્શન, જ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ કહો કે સંવ૨ કહો કે ધર્મ કહો. એ સંવરનું પહેલું જ કારણ ભેદવજ્ઞાન કહ્યું છે.' છે ? પહેલું કારણ આ કરવું ને પછી આ કરવું એમ નથી. પહેલા રાગ દયા પાળવી, ભક્તિ કરવી, દેવ-ગુરુનો વિનય કરવો એમ કહ્યું નથી. આહા..હા...! પહેલું જ ભેદવિજ્ઞાન કારણ છે. આહા..હા...! ‘સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેવિજ્ઞાન કહ્યું છે...' બહુ
=