________________
પ૪૬
સમયસાર સિદ્ધિ-૬,
છે. આહા..હા..!
ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ત્રણ દોષ લીધા. “અને યોગસ્વરૂપ.... યોગની એકતા. ત્યાં સુધી એને યોગની એકતાબુદ્ધિ છે. આહાહા..! એનો જે અધ્યવસાયએકત્વબુદ્ધિ અને વર્તે છે...” રાગ સાથે, અવિરત સાથે, કષાય સાથે અને યોગ સાથે એત્વબુદ્ધિ વર્તે છે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ છે, ત્યાં સુધી એને જૈનદર્શનની ખબર નથી. આહાહા..! આવું આકરું છે.
‘મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ” ત્રણ દોષ કીધા અને યોગ...” (એટલે) કંપન એ પણ છે, એની સાથે એકત્વબુદ્ધિ છે. સમ્યગ્દર્શન થતાં આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એનો અનુભવ થતાં મિથ્યાત્વનો એકત્વપણાનો નાશ, અવિરતિનો પણ એટલે અંશે નાશ, યોગનો પણ એટલે અંશે નાશ થઈ જાય છે. એકત્વબુદ્ધિનો જે ભાવ છે એટલો નાશ થઈ જાય છે. આહાહા...! સમજાય છે કાંઈ ?
એ “અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસવભાવ થાય છે....” લ્યો ! એ અધ્યવસાન એકત્વબુદ્ધિથી ચાહે તો મિથ્યાત્વ, અવ્રત, કષાય કે યોગ (હોય) બેની એકત્વબુદ્ધિથી. આત્મા અને એ વિકાર બે ભિન્ન છે છતાં એમાં એકત્વબુદ્ધિથી અધ્યવસાય જે એકત્વબુદ્ધિ થાય છે એ અધ્યવસાનથી રાગ-દ્વેષ-મોહરૂપ આસવભાવ થાય. એને લઈને રાગ-દ્વેષ અને મિથ્યાત્વનો ભાવ થાય.
આસવભાવથી કર્મ બંધાય.” આ...હા...હા...! આ તો એનો ક્રમ કહે છે. રાગ-દ્વેષમોહથી આસ્રવ થાય, નવા આવરણ આવે અને તેથી કર્મ બંધાય. આહાહા..! “કર્મથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થાય છે...” એ કર્મને લઈને આ શરીર, વાણી ઉત્પન્ન થાય. અહીંયાં તો બે ભાગ પાડવા છે ને ! શરીરની અવસ્થા શરીરથી છે પણ છતાં એ અવસ્થાને જ્યાં સુધી યોગની ક્રિયાને અથવા રાગને પોતાનો માને છે ત્યાં સુધી તે અધ્યવસાય બંધનું કારણ છે. એ કર્મબંધનું કારણ છે, એ કર્મ છે (એ) નોકર્મ – શરીરનું કારણ છે. છે ? “અને નોકર્મથી સંસાર છે. શરીરથી સંસાર છે. કારણ કે એના ઉપર લક્ષ જશે એટલે એના પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ (ઉપયોગ જાય એ) શુભ કે અશુભ છે. ઈ સંસાર છે. આહા...હા...!
પરંતુ જ્યારે....... હવે સવળી વાત છે. તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે.” મૂળ ચીજ આ. ભેદવિજ્ઞાન કરવું એ મૂળ ચીજ છે. પ્રથમમાં પ્રથમ કેમકે મૂળથી અનાદિથી રાગાદિથી એકત્વબુદ્ધિ છે. ચાહે તો દયા, દાન, વ્રતના પરિણામ હો એ રાગ છે, વિકલ્પ છે. એનાથી એકત્વબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. આ.હા...! એથી એને ભેદવિજ્ઞાન નથી.
જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે.” શુદ્ધ ચૈતન્ય જ્ઞાનનો અનુભવ થતાં એ ભેદજ્ઞાન થયું. રાગનો અનુભવ જે હતો એ છૂટીને આત્માનો અનુભવ થયો એ ભેદજ્ઞાન થયું. આહા...હા..! અંશે પણ આત્માના શાંતિ ને આનંદનું વેદન આવ્યું એ રાગથી ભેદજ્ઞાનથી