________________
૫૪૪
સમયસાર સિદ્ધિ-૬ શરીરને લઈને રખડવાનો સંસાર થશે. એમ. સમજાણું કાંઈ ? બીજે ઠેકાણે બીજું કહે, પણ બીજી અપેક્ષાએ કહે. ત્યાં તો એમ જ કહે કે, મિથ્યાત્વ તે સંસાર (છે). રાગની એકત્વબુદ્ધિ એ મિથ્યાત્વ એ સંસાર છે, બીજો કોઈ સંસાર છે નહિ. અવ્રતાદિના પરિણામ છે ઈ બધા અલ્પ છે. સ્થિતિ, રસ અલ્પ છે અને એનું જોર અલ્પ છે. એની ગણતરી ન ગણી. આહાહા....!
શરીરથી સંસાર પ્રાપ્ત થાય છે ને, એમ અહીં તો કહે છે. કર્મથી શરીર મળે અને શરીરથી સંસાર પ્રાપ્ત થાય. કારણ કે શરીર ઉપર લક્ષ છે એને તો બધી પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ લક્ષ છે, પછી ભલે શુભ તરફ હોય કે અશુભ હોય પણ એ બધો સંસાર છે. આહા..હા...!
મુમુક્ષુ :- શરીરથી તો ધર્મની શરૂઆત થાય એમ આવે છે.
ઉત્તર :- સીધી શરૂઆત આમ જ થાય. આહા...હા...! શુભભાવથી ભગવાનને સાંભળે અને પછી ભગવાને કીધું એટલે શુદ્ધ થયું) એમેય અહીં ગણતરી નથી. અહીં તો તું ભગવાન નિરપેક્ષ તત્ત્વ છો, પ્રભુ અંદર. આ...હા...! તારી મહિમાનો પાર નથી, તારા માહાભ્યનો પાર નથી ! તારી શક્તિ અને ગુણોનું ગહનપણું, ગંભીરપણું ભગવાન પણ પૂરું વાણી દ્વારા કહી શકે નહિ. આહા..! અનંત ગુણ એટલા છે કે એક સમયે એક ગુણ કહે તો અનંત સમયે એના ગુણનો પાર ન આવે. એક ગુણ એક સમયમાં કહે તો ત્રણ કાળના સમય છે તેથી પણ ગુણ તો અનંત ગુણા છે. આહા..હા.! શું કીધું છે ?
ચૈતન્યચમત્કાર પ્રભુ ! એટલા પવિત્ર ગુણથી ભરેલો છે કે જેના અનંતા ગુણોને કેવળી પણ એક શબ્દ એક ગુણ કહે, બીજે સમયે (બીજો ગુણ કહે એમ) ત્રણ કાળ થાય તો એ ગુણનું પૂરું પડે નહિ. આ.હાં...હા...! ત્રણકાળના સમયથી પણ ગુણ તો અનંતગુણા છે. આહાહા...! તો પછી એક સમયે એક ગુણ કહે પણ એક સમયે અનંતા ગુણ કહે, અનંતા કહે એવા ત્રણકાળના સમય કહે તોપણ તે ગુણ પૂરા પડે નહિ. આ..હા..હા...! કારણ કે ત્રણકાળના સમયથી તો આકાશના પ્રદેશ અનંતગુણા છે અને એનાથી અનંતગુણા ગુણ છે. આહા...હા..! હવે આમાં ક્યાં આવ્યું તમારા પૈસાનું ? દસ લાખ ને વીસ લાખ ને ઢીકણું લાખ. આહાહા..! આ તો અનંત લાખ. અનંત ક્રોડ. આત્મામાં અનંતા ક્રોડાક્રોડી ગુણ છે. આહાહા...! અનંતા ક્રોડાકોડ ! આ.હાહા...! એવો શુદ્ધ ચૈતન્યચમત્કાર ! એક ગુણ. એક સમયમાં અનંત ગુણને કહે તોપણ ત્રણકાળના સમયમાં એ ગુણનું પૂરું ન પડે. એ ગુણની સંખ્યા પૂરી નહિ પડે. આહાહા...! ગજબ વાત છે ! એક સમયમાં અનંત ગુણ બોલે, બીજે સમયે અનંત, ત્રીજે સમય અનંત તો ત્રણકાળના સમયથી તો આકાશના પ્રદેશ અનંત ગુણા અને એનાથી અનંતગુણા ગુણ છે. એટલે ગુણ તો શી રીતે પાર પડે ? આ.હા...! આવું ચૈતન્યસ્વરૂપ ભગવાન, એને રાગથી ભિન્ન પાડી અને આત્માને પ્રાપ્ત કરવો કે જેથી તેને સંસાર થશે નહિ. આત્મા પ્રાપ્ત થતાં આસ્રવ થશે નહિ, આસ્રવ થશે નહિ એટલે