________________
પપર
સમયસાર સિદ્ધિ-૬ અનુભવ તમે વિજ્ઞાનતઃ થવી જોયું ? “ભેદવિજ્ઞાનથી જ થાય છે.” રાગની ક્રિયા ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ, તપસ્યા એનાથી ભેદજ્ઞાન થાય છે એમ નથી. એનાથી તો ભેદ કરવો છે. જેનાથી ભેદ કરવો (છે) એનાથી ભેદ થાય ? આહાહા.! આકરી વાત છે, ભાઈ ! અત્યારની પ્રથા અને વીતરાગમાર્ગ (બન્નેમાં) આખો બહુ ફેરફાર છે, ઘણો ફેરફાર, ઘણો ફેરફાર. (બધા) મિથ્યાત્વના પોષક છે. વ્રત કરો, તપસ્યા કરો (તો) તમારું કલ્યાણ થશે. એ મિથ્યાત્વનું પોષક છે, મિથ્યાત્વની વૃદ્ધિ છે. આ..હા.! મોટા ગજરથ કરો, રથયાત્રા કાઢો, પાંચ-પચીસ લાખ ખર્ચીને મોટી પ્રભાવના કરો. એ બધામાં ધર્મ માનવો એ મિથ્યાત્વની વૃદ્ધિ છે. આહા..હા...!
મુમુક્ષુ :- ગજરથ કાઢવામાં દોષ નથી, એમાં ભલું માનવું તે દોષ છે.
ઉત્તર :– એને ભલું માનવું એ મિથ્યાત્વ છે. ઈ પોતે વસ્તુ મિથ્યાત્વ નથી. એ મારા છે, એમ માનવું એ મિથ્યાત્વ છે. આહાહા..! મારું તો જ્ઞાનસ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. એમાં આ યોગ ને રાગને પોતાનો માનવો એ જ મિથ્યાત્વ છે. આહા...હા...! ઝીણી વાત છે.
શરીરની ક્રિયા અને શુભભાવ એને સહેલો થઈ ગયો. એમાંથી જાણે હવે ધર્મ થઈ જશે. અહીં કહે છે, ક્લેશ કરો તો કરો. ઈ ભક્તિનો ને રાગનો, પૂજાનો, જાત્રાનો રાગ છે એ ક્લેશ કરો તો કરો પણ ધર્મ નથી, એમાં ધર્મની ગંધ નથી. એ નિર્જરા અધિકારમાં આવે છે. ક્લેશ કરો તો કરો. આહા...હા...! ઈ શુભરાગ ફ્લેશ છે. આહા..હા..! કેમ વાત બેસે ? સાંભળવા મળે નહિ હજી. મૂળિયાની વાત અહીં તો ભેદવિજ્ઞાનનો અનુભવ એ ભેદવિજ્ઞાનથી જ થાય છે. આત્મતત્ત્વનો અનુભવ ભેદવિજ્ઞાનથી જ થાય છે. આ..હા..! માથે કહ્યું ને ? “સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન...” છે. એ કહ્યું. આહા..હા...!
શુદ્ધ આત્મા... જેમાં તીર્થકર ગોત્ર જે ભાવે બંધાય એ ભાવ પણ ધર્મ નથી. એ ભાવ પણ પુણ્ય છે. ખરેખર તો એ અધર્મ છે. ધર્મથી બંધન ન થાય અને જે ભાવે બંધન થાય તે ધર્મ નહિ. આહા...હા...! ક્યાં પહોંચવું? (સંવત) ૧૯૮૫માં પહેલું કહ્યું. “બોટાદમાં ૧૯૮૫ની સાલામાં) હજારો માણસ (આવતા). ત્રણસો ઘર તે બધું આવે. ‘કાનજીમુનિ વ્યાખ્યાન આપવા બેઠા છે. લોકોના ઢગલા આવે, ઢગલા. માય નહિ. બહાર બેસે. તે દિ ૧૯૮૫ની સાલમાં કહ્યું. પોષ મહિનો હતો. કીધું, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ધર્મ નહિ. ધર્મથી બંધાય નહિ અને બંધાય તે ભાવ ધર્મ નહિ. અને બહુ (કડક) ભાષાથી કહીએ તો એ અધર્મ છે. આહા...હા.... કારણ કે જે ભાવે તીર્થકર ગોત્ર બંધાણું એ ભાવનો નાશ કરશે તો વીતરાગ થશે. તીર્થંકર પ્રકૃતિ બંધાણી માટે એ હવે કેવળજ્ઞાન પામશે, એમ નથી. આહા...હા...! જે ભાવે બંધાણું તે ભાવને તોડશે ત્યારે તો વીતરાગ થશે પછી તો કેવળ થાશે, પછી તો એ પ્રકૃતિનો ઉદય આવશે. આ..હા! એમાં આત્માને શું લાભ થયો? આહા..હા.! આવે,