________________
૫૫૦
સમયસાર સિદ્ધિ-૬. યોગથી પણ એકત્વબુદ્ધિ તોડીને. આહાહા...! ગજબ વાત છે !
પોતે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ! અનંત પવિત્રતાના ગુણનો પિંડ છે તેને યોગ ને રાગના ભાવથી ભિન્ન કરવો. આહા..હા..! એ પ્રથમ સંવરનું ભેદવિજ્ઞાન કારણ છે. એ પહેલામાં પહેલું ભેદવિજ્ઞાનનું કારણ છે. આહાહા....! પહેલું શું કરવું? ભેદવિજ્ઞાનના પ્રકારમાં વાત લે ત્યારે એમ લ્ય (કે), પહેલું વિકલ્પથી ભેદજ્ઞાન કરે છતાં એ વસ્તુ નથી. (ભેદ) પાડે, આમ બે ખરા ને, એટલે વિકલ્પ આવે. આનાથી જુદો છું, આનાથી જુદો છું, આનાથી જુદો છું. પણ એ બધું તૂટીને યોગની એકતાની બુદ્ધિ પણ તૂટી જાય. આહાહા...! રાગની એકતાની બુદ્ધિ તો તૂટે પણ આત્મપ્રદેશનું કંપન, એમાંથી પણ અંશે યોગની એકતા તૂટી જાય. આ.હા...! તે કહે છે. ૧૨૯ (કળશ).
सम्पाते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम् ।।१२९ ।। (B: સાક્ષાત્ સંવર:) “આ સાક્ષાત્ સર્વ પ્રકારે) સંવર.” ધર્મ. આ.હા...! સંવર એટલે) આસવનો અભાવ અને કર્મનું નહિ આવવું એવું જે પ્રથમ સાક્ષાત્ સંવર. (સર્વ પ્રકારે) સંવર... આહાહા...! ખરેખર (શુદ્ધ-ત્મિ-તત્ત્વ ઉપનગ્માત) “શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી.” પ્રાપ્તિ, (એટલે) “સપનમાત’ અનુભવ. પરનો જે અનુભવ એકત્વબુદ્ધિમાં છે, રાગ-દ્વેષ, દયા, દાન અને યોગ એની સાથે એકત્વબુદ્ધિનો જે અનુભવ છે એ છોડીને આત્માની સાથે એકત્વબુદ્ધિનો અનુભવ. આહા...હા...! આવું આકરું પડે એટલે માણસ પછી બીજા રસ્તે ચડી જાય. વ્રત કરો ને તપ કરો. એનાથી ધર્મ થશે. શુભભાવ કરો, શુભભાવ ખૂબ (કરો). શુભભાવ તો આસ્રવ છે અને આસવની એકત્વબુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. આહાહા...! અહીં તો ચારની એકતાબુદ્ધિ તોડવાનું કહ્યું ને ! મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ. આહા...હા...!
મુમુક્ષુ :- મિથ્યાત્વ સાથે એકતા તોડતાં બધું છૂટી જાય.
ઉત્તર :- ઈ બધું છૂટે, સાથે જ તૂટે છે. એના પ્રકાર બતાવવાના છે ને ! પરથી એકત્વબુદ્ધિ છૂટે એમાં યોગ ને કષાયની એકતાની બુદ્ધિ સાથે તૂટી જાય છે. એટલે પહેલું આવી ગયું છે. એટલે અંશે તો અવિરતિ તૂટી જાય છે, એટલે અંશે યોગ – કંપન તૂટી જાય છે. આહા..હા...! આસ્રવમાં આવી ગયું છે. જેટલે અંશે આત્મા રાગથી ભિન્ન કરી અને ભેદજ્ઞાન કરે છે અને મિથ્યાત્વ ટાળે છે તેટલે અંશે ત્યાં મિથ્યાત્વનો તો અભાવ થાય છે પણ અવિરતિ એટલા અંશે જે જાતની તીવ્ર હતી એ) નીકળી જાય છે. તેમ યોગનું કંપન જેટલું છે એટલું કંપન એકતાબુદ્ધિમાં રહેતું નથી. જેટલું કંપન પહેલું હતું એવું એકત્વ