________________
ગાથા–૧૯૦ થી ૧૯૨
પ૪૭
આવ્યું. આહા...હા..!
‘ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થાય ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય). આ સંવર થવાનો ક્રમ, ધર્મ થવાનો ક્રમ (છે), એમ કહે છે. આહા...હા...! પહેલું આ કાંઈક દયા ને વ્રત ને તપ ને ભક્તિ કરીએ તો પછી કાંઈક ધર્મ થશે એ માન્યતા મિથ્યાદૃષ્ટિની (છે). વિકાર અને સ્વભાવની એકતાબુદ્ધિ (છે) ત્યાં સુધી મિથ્યાષ્ટિ છે. આહા..હા..! અને મિથ્યાત્વને કારણે બીજા સાથે અનેક પ્રકારના અધ્યવસાયની એકતાબુદ્ધિ છે. પણ જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે શુદ્ધ આત્માનો અનુભવ થાય. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. રાગ અને પુણ્યાદિના પરિણામની પ્રાપ્તિ હતી ત્યાં સુધી મિથ્યાત્વ હતું. આહા.હા.! કેમકે ત્યાં એની દૃષ્ટિ હતી. પુણ્ય અને પાપના વિકલ્પોની પ્રાપ્તિ (હતી) ત્યાં સુધી તેની દૃષ્ટિ ત્યાં હતી. એની દૃષ્ટિ છૂટીને ભેદજ્ઞાન થતાં આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થઈ એને અહીંયાં ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. આહા..હા...! આવો ધર્મ છે. ધર્મની શૈલી બહુ ઝીણી છે.
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય (અને) મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય. એટલે પરની સાથે એકત્વબુદ્ધિનો અભાવ થાય. ચાહે તો યોગ હોય તોપણ એકત્વબુદ્ધિનો તો અભાવ છે. આહાહા! કષાય હોય તો એનાથી એકત્વબુદ્ધિનો અભાવ છે, યોગ હોય, કંપન છે પણ એનાથી એકત્વબુદ્ધિનો અભાવ છે. આહાહા...! અજોગ તો ચૌદમે ગુણસ્થાને થાય. અહીંયાં જ્યારે ભેદજ્ઞાન થયું છે ત્યારે તો મિથ્યાત્વ, અવત, કષાય ને યોગ, બધાથી જુદો પડ્યો છે. તેથી યોગના કંપનથી પણ એકત્વ છૂટી ગયું છે. યોગ ને કષાય રહ્યો પણ એનાથી એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે. આ..હા...! આવો માર્ગ છે.
અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસવનો અભાવ થાય છે.' મિથ્યાત્વ આદિ પરની સાથે એકત્વબુદ્ધિનો અધ્યવસાય ગયો ત્યારે તેને આસવનો અભાવ થાય. રાગ-દ્વેષમોહના આસ્રવનો અભાવ થાય છે). આસવના અભાવથી કર્મ બંધાતાં નથી...” અને ભાવઆસ્રવ થતો નથી એથી એને નવા કર્મ બંધાતા નથી. અને કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી....... કર્મના અભાવથી શરીરાદિની પ્રાપ્તિ થતી નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. શરીરનો અભાવ થતાં મુક્તિ થાય છે. આહા..હા....!
આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.” ધર્મની પ્રાપ્તિથી ઠેઠ વૃદ્ધિ થાય) એનો આ પ્રમાણે ક્રમ જાણવો. આહા..હા..! પહેલા કોઈ ભગવાનની ભક્તિ ને પૂજા ને વ્રત ને તપ કરે અને પછી સંવર થાય એમ નથી. ઈ તો આસવ છે. નાનામાં નાના યોગનું કંપન, એની સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ અધ્યવસાય છે. આહા...હા....! એટલે કે જ્યાં સુધી પર્યાય ઉપર બુદ્ધિ છે ત્યાં સુધી એને રાગ અને યોગની એકતાબુદ્ધિ છે અને તે દૃષ્ટિ ફરીને દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ કરી ત્યારે તેને યોગના કંપનની અને કષાયની એકતાની બુદ્ધિનો નાશ થાય છે. આહાહા...! આવું કામ છે. આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. લ્યો !