________________
ગાથા–૧૯૦ થી ૧૯૨
પ૩૩ અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસવભાવ થાય છે, આસવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસવનો અભાવ થાય છે આસવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. - આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.
ગાથા ૧૯૦ થી ૧૯૨ ઉપર પ્રવચન
હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે ? પહેલાં કઈ રીતે થાય એમ હતું. હવે એનો ક્રમ શું છે ? (એમ પૂછે છે). પહેલો, પછી ક્રમ પણ છે કે નહિ એને ? એ પૂછે છે. પહેલામાં તો સંવરની પામવાની પદ્ધતિ શું છે ? (એમ પૂછ્યું હતું. આમાં કહે છે) કે, સંવરનો કર્મ શું છે ? આહા..હા...! ગાથા.
तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।।१९०।। हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।।१९१।। कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो।
णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ।।१९२।। લ્યો, આ ક્રમ.
રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, –મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આસવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧. કર્મો તણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકમના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. ક્રમ આગળ આવશે.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)