________________
ગાથા-૧૯૦ થી ૧૯૨
૫૪૧
મુમુક્ષુ :– છ કાયના જીવની રક્ષા થાય.
ઉત્તર :– પોતે કોણ છે એની રક્ષા કરતો નથી. આહા..હા...! રાગને પોતાનો માનવો, ૫૨ને પોતાનું માનવું એ તો પોતાની હિંસા છે. આહા..હા...!
અહીંયાં તો પહેલા આત્મા અને કર્મના ભેદવજ્ઞાન વડે. અહીં તો પહેલી વાત લીધી છે. પહેલું આમ કરવું ને તેમ કરવું લીધું નથી. એ..ઈ..! પહેલું વાંચવું, પહેલું સાંભળવું, પહેલું દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી (એમ નથી કહ્યું). ઈ હોય પહેલું ભલે પણ એ વસ્તુના સ્વરૂપમાં એ કાંઈ મદદગાર નથી. આહા..હા...! દેવ-ગુરુ-શાસ્ત્રને માને, સાંભળે, સમજે પણ એ કંઈ ભેદજ્ઞાનમાં મદદ કરે એવું નથી. આહા..હા...! આવી વાત છે. આ..હા...! વીતરાગનો આ પોકાર છે. વીતરાગ એમ કહે છે કે, મારી સામું જોતાં પ્રભુ તને રાગ થાશે. તારે હિસાબે હું પરદ્રવ્ય છું. આહા..હા...!
મુમુક્ષુ :- તારા હિસાબે અજીવ છું.
ઉત્તર :- અજીવ છે, એ જીવ છે એ આ જીવ નથી અને આ જીવ છે એ એ જીવ નથી. આ..હા...! અદ્રવ્ય છે, આની અપેક્ષાએ બધા અદ્રવ્યો છે, અક્ષેત્ર છે, અકાળ છે, અભાવ છે. આહા..હા...! ‘સમ્મેદશીખર’ અને ભગવાનનું સમવસરણ આત્માની અપેક્ષાએ અક્ષેત્ર છે. એનું ક્ષેત્ર તો સ્વ-અસંખ્યપ્રદેશી એ એનું ક્ષેત્ર છે. આહા..હા...! લોકો ‘શેત્રુંજ્ય’ની જાત્રા બહુ કરે. પૂર્વે ૯૯ વા૨ ‘ઋષભદેવ’ ત્યાં આવ્યા હતા, એમ કહે (છે). એમાં શું થયું ? ૯૯ જાત્રા કરી. આ..હા...!
અહીં તો કહે છે), પ્રભુ ! પણ એ તો પરલક્ષી ભાવ છે. એ ભાવથી તો ભિન્ન પડવું છે. જેનાથી ભિન્ન પડવું છે એનાથી મદદ કેમ મળશે ? આહા..હા...! કારણ કે જેનાથી ભિન્ન પડવું છે એ ચીજ તારામાં તો નથી. હવે તને ઉપલબ્ધ કરવો હોય તો શી રીતે (ક૨વો) ? ભેદવજ્ઞાનથી. રાગ અને પરના ભેદવિજ્ઞાનથી પ્રાપ્ત થાય એવો છે. આહા..હા...! આ એની રીત છે. આહા..હા...!
મુમુક્ષુ :– પહેલા દેશના ન સાંભળે તો ભેદવજ્ઞાન કેવી રીતે કરે ?
ઉત્તર :– ભેદવિજ્ઞાન (ક૨વાની) એનામાં તાકાત છે. એની તાકાત જ એટલી છે કે રાગથી ભિન્ન પાડવાની શક્તિ એનામાં પોતામાં છે. પ૨ની અપેક્ષા રાખ્યા વિના ભેદજ્ઞાન થવાની શક્તિ એનામાં છે. આહા..હા...! નિરપેક્ષ તત્ત્વ છે ભગવાન. આ..હા..હા...! નિરપેક્ષ જેને કોઈ અપેક્ષા નથી. વ્યવહારની અપેક્ષા, પરની અપેક્ષા (નથી એવું) નિરપેક્ષ તત્ત્વ છે. આવ્યું નહિ ? ‘નિયમસાર’ ત્રીજી ગાથામાં. ૫૨મ નિરપેક્ષ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ પરમ નિરપેક્ષ (છે). ભગવાનની પણ જેને અપેક્ષા નથી, એની વાણીની પણ અપેક્ષા નથી. આહા..હા...! એવું જે આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે નિરપેક્ષ છે. એને નિમિત્તની તો અપેક્ષા નથી પણ ભેદની અપેક્ષા નથી. આહા...હા...! આવી વાત છે. લોકોને આકરું