________________
૫૪૦
સમયસાર સિદ્ધિ-૬ ને જાત્રા કરવી એવું બધું ચાલ્યું છે). બસું ભરીને ભરીને (જાત્રા કરવી). એક ફેરી બસ્સો બહું ત્યાં ક્યાંક આવી હતી. ઓલા સાધુ હતા ત્યાં. “ભવસાગર’“જાલના” ? “જાલના”માં. બસો બરું. સ્થાકવાસીના આનંદઋષિ હતા. એમાં હતા. આવે, પછી અહીં આવે. દિગંબરના દર્શન કરવા આવે. એકસાથે બસો બરું ! ઓહો..! એથી પછી એમ લાગે ઓ..હો.. કેટલા પૈસા ખર્ચા ! એનો એ પ્રમુખ છે, આ સંઘનો નાયક છે.
મુમુક્ષુ :- બધા અભિમાન છે.
ઉત્તર :- એમ કે અમે કરીએ છીએ, આ બધું કરીએ છીએ, આ બધું કરીએ છીએ. અભિમાન તો ઠીક પણ અંદર શુભભાવ થાય છે એ દુઃખરૂપ છે.
મુમુક્ષુ :– ધર્મનું કારણ થશે એમ માને.
ઉત્તર :– બિલકુલ ધર્મનું કારણ નથી. આહા..હા..! ધમાધમ ચલી, કાંઈક બોલો છે ને? “ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર’ આહાહા....! ધમાધમ અરે...! પચાસ હજાર માણસ ભેગું થયું અને આટલા લાખ ખચ્યભગવાનની પ્રતિષ્ઠા કરી, ભગવાનના બોલ બોલાવ્યા, જય નારાયણના અવાજથી ગગન ગાજ્યુ, જય ભગવાન એમ ગગન ગાજ્યુ. આટલા બધા બોલનારા. એમાં ધર્મ કયાં આવ્યો ? આહાહા...! આકરી વાત છે, ભાઈ !
અહીં તો કહે છે કે, પરથી નિરાળો પહેલો જાણ ત્યારે તો તને પહેલી પોતાની સત્તાની ભિન્નતાની શ્રદ્ધા થાય. આહા..હા..! એમ કહ્યું ને ? “ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર..” ચૈતન્યચમત્કારમાત્ર કેમ લીધું ? બિલકુલ રાગનોય અંશ નહિ. આહાહા.! એવો જે ભગવાન શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ, એને અનુભવે. એવા આત્માને પ્રાપ્ત કરે. જે રાગને, જોગને પ્રાપ્ત કર્યો છે, રાગ અને જોગને પ્રાપ્ત કર્યો છે એ હવે ગુલાંટ ખાઈને આત્માને પ્રાપ્ત કરે. આહાહા..! ઝીણું છે પણ વસ્તુ આ છે. જીવન ચાલ્યા જાય છે. હમણાં નહિ, હમણાં નહિ, હમણાં નહિ. હમણા નહિ પછી હમણાં નહિ એટલે હમણાં નહિ (થઈ જશે). પછી કરશું, પછી કરશું, પછી કરશું. આહાહા...!
આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્મા...’ આત્માને વિશેષણ આપ્યા. આત્મા કેવો? કે, શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર એમ. આત્માને અને કર્મને ભેદવિજ્ઞાનથી જાણવો એમ કહ્યું, પણ ઈ ચૈતન્ય છે કેવો ? આ.હા...! “શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્મા...” એને ઉપલબ્ધ કરે, પ્રાપ્ત કરે, અનુભવે, એને મેળવે. જે રાગને પોતાનો માનીને શુભરાગને મેળવતો અને પોતામાં થતો હતો, એ આ આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેને અનુભવે અને તેને પોતાપણે માને. આહાહા..! આ સંવર થવાની રીત છે. અત્યારે તો સંવર (એટલે) થોડીવાર બેસી જાય, નાની ઉંમરના છોકરાઓને લઈને બેસી જાય એટલે થઈ ગયો સંવર). જાઓ ! ખાઈ-પીને આવે પણ ચાર-છ છોકરા બેસે, સામાયિક કરો (તો) સંવર થશે. આહા..હા..!