________________
પ૩૮
સમયસાર સિદ્ધિ-૬ તારાથી મિથ્યાત્વ થાય છે એ સંસાર છે. અહીં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવો છે. આમ અનાદિથી ચાલ્યું આવે છે, એમ. આહા...હા...!
પરંતુ....” આ પ્રમાણે થાય છે. હવે સંવર કરવાનો ક્રમ બતાવે છે. “જ્યારે તે આત્મા), આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે.” હવે સંવર કરવાની રીત કહે છે. ઓલી આસ્રવની રીત હતી. આહા..હા..! આખો દિ ધંધા કરે (પછી) બે ઘડી દેરાસર જાય, અપાસરે જઈને બેસે એટલે જાણે ધર્મ થઈ ગયો, એમ. કાંઈક આપણે ધર્મ કર્યો. એ મિથ્યાત્વને પોષે છે. શુભભાવ હોય એને ધર્મ માને છે એ મિથ્યાત્વને પોષે છે. આહા..હા.! આ રીતે અનાદિથી સંસાર પ્રવર્તે છે, એમ કહે છે. રઝળે છે એનું કારણ આ – આત્મા અને કર્મની એકતાબુદ્ધિ, એને લઈને રાગ-દ્વેષ-મોહ, એને લઈને કર્મ, એને લઈને શરીર, એને લઈને સંસાર.
પરંતુ જ્યારે તે આત્મા), આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે...” એમ કીધું છે. એમ નથી કહ્યું કે, જ્યારે તે આત્માને કર્મનું જોર ઘટે, કર્મ બળવતરમાંથી (ઘટે), “કચ્છવી ધમ્મો બળિયો, કમ્મો બળિયો’ એમ નહિ. જડની વાત નથી. ભાવકર્મનું જોર હોય, પુરુષાર્થની ઉધાઈનું જોર હોય) ત્યારે સંસાર છે. અહીંયાં કહે છે, “આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે.” ઓલામાં આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (કહ્યું હતું). આહા...હા...! આત્મા અને કર્મનું ભેદવિજ્ઞાન, કર્મ અને થતાં રાગ-દ્વેષ શુભાશુભ પરિણામ, એનાથી ભિન્ન મારો આત્મા છે. એમ જ્યારે જાણે ને માને. આહા...હા. ત્યારે તો એની ધર્મની શરૂઆત થાય. આહા..હા...! આવી આકરી વાતું છે. ઓલામાં એમ હતું, આત્મા અને કર્મનો એકપણાનો અધ્યવસાય. અહીં આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે એમ છે).
શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને...” અનુભવે. આહાહા.! ઓલો રાગ-દ્વેષ-મોહને અનુભવે છે. આ શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર (અનુભવે). આહા..હા...! (જે) અલ્પ ક્ષેત્રમાં રહ્યો છતાં અનંત અપાર અનંત કાળને પણ જાણે એની ચૂત ચમત્કાર ચીજ છે. આહા..હા..! દેહ પ્રમાણે હોવા છતાં, દેહમાં રહ્યો દેખાય છતાં દેહમાં રહ્યો નથી, છે આત્મામાં. પણ એનો એવો ચમત્કાર છે કે, સ્વક્ષેત્રમાં રહ્યો છતાં અનંત પરક્ષેત્રને અને અનંત પરકાળને એક સમયમાં જાણે એવી તાકાત છે. આહા...હા...! એવી એક સમયની તાકાત એવી અનંતી સમયની તાકાત એક ગુણની, એવા અનંત ગુણનું રૂપ એક આત્મા છે. આહાહા....! તેથી પહેલા આવી ગયું હતું ને ? નિમહિમરતાનાં આવી ગયું હતું ને આની પહેલા? ૧૨૮ (કળશ). “નિનમહિમરતાનાં કળશ આવ્યો. પોતાની મહિમા લાગવી જોઈએ. આહાહા...!
જ્યાં જ્યાં પોતાની મહિમા ન લાગે ત્યાં ત્યાં પરવસ્તુની મહિમા અને અધિકતા ભાસે. શબ્દ, રૂપ, રસ, ગંધ, પૈસા, લક્ષ્મી (આદિની મહિમા ભાસે). આહા..હા...! એકનો એક છોકરો હોય, બે-પાંચ, દસ કરોડ રૂપિયા હોય, દસ-પચીસ લાખ ખર્ચવા હોય અને માણસ ભેગા થાય. આ.હા...! જુઓ ! એની હોંશું. એની ઝેરની હોંશું. આહા..હા...! કોણ તારું છે ?