________________
પ૩૬
સમયસાર સિદ્ધિ-૬ આસવભાવ કર્મનું કારણ છે;” લ્યો ! જે કંઈ આસવભાવ છે એ નવા કર્મનું કારણ છે. આહા..હા..! કર્મ નોકર્મનું કારણ છે. કર્મ છે એ શરીર પ્રાપ્ત થાય તેનું કારણ છે. આહા..! ક્રમ મૂક્યો ક્રમ. આહાહા...! આ તો ભઈ, શાંતિથી, ધીરજથી વિચારે ને મનન કરે ત્યારે સમજાય એવી વાત છે. આ.હા...! આ તો અધ્યાત્મભાષા (છે), દિગંબર સંતોની ઊંડાણની (વાતો છે). આહા...!
રાગ-દ્વેષ અને મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગ એમ કીધું હતું. આહાહા... અને એ શુભાશુભ યોગની એકત્વબુદ્ધિ મિથ્યાત્વ છે. આ..હા...હા.! અહીં એ જ કહ્યું, બીજી રીતે કહ્યું કે, “આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ....” શુભાશુભ ભાવનું મૂળ રાગ-દ્વેષ-મોહ છે એમાં એકત્વબુદ્ધિ હતી. આહા..હા...! ધીરાનું કામ છે. વીતરાગનો ધર્મ અલૌકિક છે. આહા..હા...! લોકો તો બહારથી માની બેઠા એટલે આ લોકોને રુચે નહિ. લાખ, બે લાખ ખર્ચે, જાત્રા કાઢે, રથ-ગજરથ કાઢે, લાખો માણસ ભેગા થાય એટલે જાણે ધર્મ થઈ ગયો. ધર્મ એમાં નથી, એ રીતે ધર્મ નથી.
અહીં તો કર્મ રોકે, ઈ આસ્રવભાવના કારણને રોકે તો કર્મનું કારણ છે તો કર્મ ન થાય. આસવભાવ સેવે છે તો એ કર્મનું કારણ છે. આસવભાવ સેવે છે એ ન સેવે તો એને કર્મબંધન ન થાય, એમ કહ્યું છે. શુભ-અશુભ ભાવ બેય આસ્રવના કારણ છે અને ઈ કર્મના કારણ છે. એનાથી કર્મ બંધાય છે. છે કે નહિ એમાં ? આ.હા..!
કર્મ નોકર્મનું કારણ છે;” કર્મ છે એ શરીરનું કારણ છે. કર્મથી શરીર મળશે. નોકર્મ સંસારનું કારણ છે. શરીર એ સંસારનું કારણ છે. જોયું ? નિમિત્ત-નિમિત્ત સંબંધ લીધો. નહિતર સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે. આ..હા...! પણ અહીં તો કર્મમાં એને ઉપાડીને નિમિત્ત-નિમિત્ત સંબધ બતાડવો છે. નોકર્મ એટલે શરીર સંસારનું કારણ છે. “માટે સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યસાથી...” જોયું ? “આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગમય આત્માને માને છે.” જોયું ? આ.હા...! મિથ્યાત્વને, અજ્ઞાનને, અવિરતિને અને કષાયને, શુભાદિ જોગને એકપણાના અભ્યાસથી આત્માને માને છે. આહાહા...! એ આત્મા નથી, શુભજોગ એ આત્મા નથી, છતાં એ આત્માના છે એમ માને છે એ મિશ્રાદષ્ટિ છે. આહા..હા...!
આસવભાવ કર્મનું કારણ, કર્મ નોકર્મનું કારણ. જુઓ ! અહીં એકબીજાના નિમિત્ત કારણ આપ્યા, હોં ! નિમિત્તકારણ. “અને નોકર્મ સંસારનું કારણ...” શરીર છે, આ પાંચ ઇન્દ્રિયોનો વિષય સેવશે અને એને કારણે સંસાર છે. આહા..હા..! “માટે – સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી. આત્મા અને કર્મના એકપણાની) બુદ્ધિના અધ્યવસાયથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગમય આત્માને માને છે. અનાદિથી સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે અને એ જાણતો નથી. આત્મા તો જ્ઞાતા-દૃષ્ટા આનંદકંદ પ્રભુ છે. એકલો