________________
ગાથા-૧૯૦ થી ૧૯૨
પ૩૭ જ્ઞાનઘન છે. એને એ માનતો નથી. તેથી અનાદિથી આ યોગમય આદિને પોતાના માને છે. સ્વરૂપને માનતો નથી. તેથી મિથ્યા ભ્રમ ઉત્પન્ન થાય અને આત્મા માને. કષાયનો ભાવ શુભ થાય, અશુભ થાય એ આત્મામાં છે માટે આત્માના છે એમ માને. આહા...હા...! આત્મામાં પરિણામ ઉત્પન્ન થાય છે ને ? માટે આત્માના છે એમ માને. એ મિથ્યાત્વ છે. આહા..હા..!
“(અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે);...” એકત્વબુદ્ધિથી, આત્મા અને કર્મોના એકપણાથી. તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવને ભાવે છે........ આહાહા...જેને પોતાનો માને તેની ભાવના કર્યા કરે. આહા..હા...! એ રાગાદિ શુભ હોય એ પોતાના માને તો એની ભાવના જ કર્યા કરે (કે), એ થાઓ ને વધો. આહાહા.! આસવરહિત ચૈતન્ય સ્વરૂપ છે એની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ નથી તો એની ભાવના એને ન હોય. આહા..હા....! રાગથી જુદું પડ્યું એવું તત્ત્વ, એનું ભાન થતાં ધર્મીને ધર્મની ભાવના હોય છે, શુદ્ધ પરિણામની ભાવના હોય છે. આહા..હા..! અજ્ઞાનીને શુભભાવ જ દેખાણો છે, આત્મા દેખાણો નથી. એથી શુભભાવને પોતાના માને એને વૃદ્ધિ કરવાની ભાવના હોય, એની ભાવના ભાવે. આહા..હા...!
‘તેથી કર્મ..” આવે છે. લ્યો ! રાગ-દ્વેષ ને મોહને પોતાના માનીને ભાવના ભાવે તેથી નવું કર્મ આવે. તેથી નોકર્મ થાય છેકર્મથી નોકર્મ – શરીર મળે. કર્મથી કાંઈ આત્મા મળે ? આહાહા..! કર્મથી શરીર મળે. આહા.! “અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે.” શરીર મળે એનાથી સંસાર ઉત્પન્ન થાય. પાંચ ઇન્દ્રિયના વિષયો અને એ બધા શરીર છે એના તરફ વલણ જતાં બધા ભાવો વિકારમય, સંસારમય ભાવ થાય. આહાહા...! છે ? ‘તેથી સંસાર ઉત્પન્ન થાય છે. અહીં કર્મને સંસારનું કારણ કહ્યું. એક કોર કર્મ જડ છે, સંસાર એ મિથ્યાત્વ, અજ્ઞાન પરિણામ છે પણ અહીં અરસપરસ નિમિત્ત-નિમિત્ત સંબંધ સિદ્ધ કર્યો. આહાહા.
આસવના અભિપ્રાય છે, એ આસવને ભાવે છે તેથી તેને નવા કર્મ બંધાય છે. કર્મ બંધાય એ નોકર્મ – શરીરનું કારણ છે અને શરીર તે સંસારનું કારણ છે). એક બાજુ એમ કહે કે, મિથ્યાત્વ જ સંસારનું કારણ છે. આવે છે કે નહિ ? આવી ગયું. મિથ્યાત્વ એ જ આસવ છે અને એ જ સંસારનું કારણ છે. આહાહા...!
“પરંતુ જ્યારે તે આત્મા),...” આ તો સંસારનો ક્રમ પડ્યો. જે આત્મા અને બીજી ચીજ કર્મ, એની સાથે એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ, અવ્રત, કષાયના અધ્યવસાય એનાથી રાગ-દ્વેષ-મોહ થાય, એ આસવના કારણ છે અને એ આસવ કર્મનું કારણ છે. કર્મ શરીરનું કારણ છે, શરીર સંસારનું કારણ છે. આહા..હા..! કહો, અહીં શરીર તે સંસારનું કારણ છે. એક ઠેકાણે એમ કહે કે, કર્મને અને આત્માને કાંઈ સંબંધ નથી. તારા પર્યાયમાં