________________
ગાથા૧૯૦ થી ૧૯૨
પ૩૫ કારણ છે. નિમિત્ત નાખે છે. આસવભાવ જે છે એ કર્મનું કારણ છે. એનાથી કર્મ બંધાય છે. ઝીણું છે, ઝીણું.
જેને સ્વ-આત્મા અને પર રાગાદિ, બેનો જેને એકત્વનો અધ્યવસાય છે, તે જેનું મૂળ છે એમાંથી મિથ્યાત્વ, અવ્રત, કષાય, યોગ પ્રવર્તે છે. સમજાણું કાંઈ ? અને એનાથી એ ‘આસવભાવનાં કારણો છે.” એ રાગ-દ્વેષ-મોહ આસવ નવા આવરણનું કારણ છે. આહા....! આમાં યોગ પણ લીધો છે. શુભાશુભ યોગ. છે ને ? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ. એ અધ્યવસાન એકત્વબુદ્ધિ વિદ્યમાન છે. તેઓ રાગદ્વેષમોહરૂપ આસવભાવનાં કારણ છે;.” એનાથી એને મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. ઝીણું બહુ. બાહ્યમાં જાત્રા કરો, ભક્તિ કરો (એટલે) ધર્મ થઈ જાય એમ માને. એમ નથી.
મુમુક્ષુ :- પાલીતાણા”ની જાત્રા કરે તો...
ઉત્તર – પાલીતાણા શું “સમેદશીખરની લાખ વાર જાત્રા કરે ને. એ શુભરાગ છે. અને એનાથી લાભ થાય એ માન્યતા મિથ્યાત્વ છે.
મુમુક્ષુ :- જાત્રા તો આપે પણ કરી હતી.
ઉત્તર :- હા, તો શુભભાવ હોય તો આવે છે પણ છે હેય. ત્રણ વાર હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. ઘણી જાત્રાઓ કરી. એ તો શુભભાવ છે. હેય છે પણ આવ્યા વિના રહેતો નથી. આ.હા...!
અહીં તો એમાં ફેર શું પાડ્યો ? પહેલામાં એમ કહ્યું હતું કે, રાગ-દ્વેષ-મોહ જેનું મૂળ છે એવા જે યોગો. એમ કહ્યું હતું. એ યોગ છે તે આસવ છે અને એને લઈને બંધન છે અને એને લઈને સંસાર છે. અહીં કહે છે, રાગ-દ્વેષ અને મોહ એ આસવભાવના કારણો કેમ ઉત્પન્ન થયા ? કે, આત્મા અને કર્મના એકપણાના અધ્યવસાયથી. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગસ્વરૂપ અધ્યવસાનો ઉત્પન્ન થયા. આહા..હા...! શુભ ભાવ આવે, મહાવ્રતના પરિણામ પણ મુનિને આવે, પણ છે હેય. બંધનું કારણ છે. ધર્મ નહિ અને ધર્મનું કારણેય નહિ. બંધ છે અને બંધનું કારણ છે.
મુમુક્ષુ - કુંદકુંદાચાર્યદેવ તો મહાવિદેહની જાત્રાએ ગયા હતા.
ઉત્તર :- ગયા હતા. ઈ તો કીધું, શુભભાવ હોય તો જાય. શુભભાવ આવે તો જાય છે. ભગવાન પાસે ભગવાનની વાણી સાંભળી. આઠ દિ રહ્યા. ઈ પરદ્રવ્ય તરફનું જેટલું લક્ષ છે તેટલો શુભરાગ છે. આ..હા...! સ્વદ્રવ્યનો અંતરમાં જેટલો આશ્રય લે તેટલો ધર્મ થાય. બેને બે ચાર જેવી વાત છે. જેટલું આત્મા સિવાય પદ્રવ્યનું અવલંબન (લ્ય તેટલો અધર્મ છે). સ્ત્રી, કુટુંબ, પરિવારનું અવલંબન તો અશુભભાવ (છે). દેવ-ગુરુ-શાસ્ત્ર, મંદિરનું અવલંબન તો શુભભાવ (છે). બેય બંધના કારણ છે. આહા! અશુભથી બચવા શુભભાવ આવે. અશુભ વંચનાર્થમ્. છે તો બંધ. આહા...હા..!