________________
૫૩૪
સમયસાર સિદ્ધિ-૬
પ્રવચન નં. ૨૬૫ ગાથા-૧૯૦-૧૯૨, ગુરુવાર, અષાઢ સુદ ૪, તા. ૨૮-૦૬-૧૯૭૯
(‘સમયસાર', ૧૯૦-૧૯૨ ગાથા). પ્રથમ તો જીવને પહેલી ગાથામાં એમ આવી ગયું કે, રાગ-દ્વેષ ને મોહ એ શુભાશુભ ભાવનું મૂળ છે. એમ પહેલા આવી ગયું. પહેલી ગાથા (આવી ગઈ). માટે એનાથી એત્વ છોડીને સ્વરૂપમાં સ્થિર થવું. અહીં કહે છે કે, પ્રથમ તો જીવને.. ક્રમ પૂછે છે ને ? સંવરનો ક્રમ કેમ થાય ? ધર્મનો ક્રમ શી રીતે થાય ? પહેલું શું થાય ? અને પછી શું થાય ?
જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ... આત્મા અને કર્મ, રાગાદિ, એનાથી એકત્વનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે... પહેલામાં એમ કહ્યું હતું કે, રાગ-દ્વેષમોહ, જેનું મૂળ છે એવા શુભાશુભ ભાવ, એનો ભેદજ્ઞાન દ્વારા અભાવ કરવો. અહીં કહ્યું કે, “આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ.' રાગાદિ પરિણામ અને સ્વભાવ બેય એક છે, એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે. આહા..હા....! ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હો પણ એ પરિણામ રાગ છે અને એની સાથે એકત્વબુદ્ધિ – અધ્યવસાય તે મિથ્યાત્વ છે. એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે... જેમનું એટલે ? “
મિથ્યાત્વ-અજ્ઞાનઅવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો...” મિથ્યાત્વથી એકત્વબુદ્ધિ, અવિરતિ, પ્રમાદ, કષાયથી એકત્વબુદ્ધિ. આહા...હા...! ક્રમ કહ્યો, ક્રમ. ક્રમ પૂડ્યો છે ને ? સંવર ક્યા ક્રમે થાય ? ઝીણી વાત છે, ભાઈ ! પહેલો બાહ્ય ત્યાગ કરે, નિવૃત્તિ લ્ય તો થાય એમ નથી લીધું. પણ પ્રથમ આત્મા અને કર્મ, જે પરવસ્તુ છે એની સાથે એકત્વબુદ્ધિનો અભિપ્રાય જેમનું મૂળ છે. એ અધ્યવસાય જેમનું મૂળ છે. એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે.” આ..હા..! આત્મા અને કર્મ બેની એકતાબુદ્ધિ, એવો જે મૂળ ભાવ, એ મૂળમાં મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ એ એકત્વબુદ્ધિ છે, એમાં એકત્વબુદ્ધિ થાય છે. આહા..હા..! કર્મના એકપણાના અધ્યાસથી એને મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય સાથે એકત્વબુદ્ધિ થાય છે. મિથ્યાત્વને લઈને, કર્મને લઈને નહિ. આહા..હા.! ઝીણી વાત છે, ભાઈ !
તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે.” આહા..હા..! કર્મ અને આત્માને એટલે બીજી ચીજની સાથે, રાગ સાથે એકત્વબુદ્ધિ એ કર્મ સાથે એકત્વબુદ્ધિ (છે), એ એકત્વબુદ્ધિના કારણે, અભિપ્રાયથી જેના રાગ-દ્વેષ અને મોહ, એ આસવભાવનાં કારણ છે. આ.હા...! આ ‘અધ્યવસાનો વિદ્યમાન છે, તે જ આસવના કારણ છે. આસવભાવ કર્મનું