________________
પ૩૨
સમયસાર સિદ્ધિ-૬ હવે પૂછે છે કે સંવર ક્યા ક્રમે થાય છે ? તેનો ઉત્તર કહે છે :
રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આઅવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧. કમતણા ય અભાવથી નોકમનું રોધન અને
નોકર્મના રીધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. ગાથાર્થ – (તે) તેમના પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસવોના) હેતવ) હેતુઓ (સર્વમિ ) સર્વદર્શીઓએ (મિથ્યાત્વમ) મિથ્યાત્વ, (અજ્ઞાન) અજ્ઞાન, (વિરતમાવ: વ) અવિરતભાવ (યોગ: ૨) અને યોગ – (ધ્યવસાનાનિ એ (ચાર) અધ્યવસાન (મપિતા: કહ્યા છે. (જ્ઞાનિન) જ્ઞાનીને (હેત્વમાવે) હેતુઓના અભાવે નિયમ) નિયમથી (શાસ્ત્રવનિરોધ:) આસવનો નિરોધ (ગીય) થાય છે, (માસ્ત્રવમાવેન વિન) આસવભાવ વિના નર્મળઃ ૩) કર્મનો પણ નિરોધ:) નિરોધ (ગીય) થાય છે, તેવી વળી (વર્ષા: અમાવે) કર્મના અભાવથી (નોર્મામ્ 9િ નોકમનો પણ નિરોધ:) નિરોધ (ગાયતે થાય છે, (૧) અને (નોર્મનિરોધેની નોકર્મના નિરોધથી (સંસારનિરોધન) સંસારનો નિરોધ (મતિ) થાય છે.
ટીકા :- પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે; આસવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે – સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવને ભાવે છે, તેથી કર્મ આસવે છે; તેથી નોકર્મ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તે આત્મા), આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે – અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસવભાવનો અભાવ થાય છે; આસવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.
ભાવાર્થ – જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે – ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે,