________________
શ્લોક-૧૨૮
શ્લોક ૧૨૮ ઉપર પ્રવચન
૫૨૯
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :–' લ્યો. ૧૨૮ (કળશ). निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः । । १२८ । ।
આહા..હા..! જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે...’ એટલે શું ? દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ જે થાય છે, એ રાગથી પણ ભિન્ન પડીને. આહા..હા...! ભેદવિજ્ઞાનની શક્તિ વડે.’ એમ કીધું ને ? કે રાગની શક્તિ વડે ? આ..હા...! રાગથી પણ ભિન્ન પાડીને ભેદજ્ઞાનની શક્તિ વડે. આહા..હા...! શુભરાગની સહાયથી કે મદદથી (એમ નથી કહ્યું). આહા..હા...! દિગંબર મુનિના વચનો આકરા છે. એકદમ પૂર્ણાનંદનો નાથ છે અને રાગાદિ બધી ચીજો તો કૃત્રિમ છે. આહા..હા...! અકૃત્રિમ એવો ભગવાન શુદ્ધ દર્શન-જ્ઞાનમય, એનું ધ્યાન કર, એને ધ્યાનમાં લે. આહા..હા...! એને લક્ષમાં લે. આ..હા...! એને શેય બનાવ, એને દૃષ્ટા થઈને દૃશ્ય બનાવ. આ..હા...! પૂર્ણ સ્વરૂપ તે દૃષ્ટા છે, તે જ્ઞાન છે. એમ જ્ઞાન અને દર્શન પર્યાયમાં બનાવ. આહા..હા...!
“મેવવિજ્ઞાનશવન્યા નિનમહિમરતાનાં” ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે...' આ..હા..! સમકિતી ધર્મમાં લીન રહે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એ જ્ઞાનમાં લીન રહે છે. આહા..હા...! રાગ આવે પણ તેમાં એકાગ્ર થતો નથી તેમ તેમાં પોતાનું સ્વરૂપ છે એમ માનતો નથી. ભેવિજ્ઞાનના બળથી. આહા..હા...! નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે. રાગથી આમ ભેદ પાડ્યો પણ પાછું નિજ સ્વરૂપમાં લીન રહે છે, એમ. ભેદજ્ઞાનના બળથી ઇચ્છા માત્રથી જુદો પડી અને નિજ સ્વરૂપમાં લીન રહે છે. આહા...હા...! સમજાણું ? નિજ સ્વરૂપમાં લીન રહે છે, એમ કહે છે.
તેમને નિયમથી (ચોક્કસ)...' શુદ્ધતત્ત્વોપનમ્મ:’ ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થાય છે.’ નિયમથી થાય, નિશ્ચયથી થાય. ભેદવિજ્ઞાનની શક્તિથી નિષ્નમહિમરતાનાં” પોતાના સ્વરૂપની મહિમામાં લીન. આ...હા...! સ્વરૂપની મહિમામાં લીન (રહે છે). તેમને નિયમથી (ચોક્કસ)...’ શુદ્ધ તત્ત્વનો અનુભવ એટલે શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, એને શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત થાય છે. આહા..હા...! શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે.