________________
ગાથા–૧૮૭ થી ૧૮૯
પ૨૭
શુદ્ધદર્શનજ્ઞાનમય...” આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માને અનુભવી. શુદ્ધ આત્માનો અનુભવ પ્રાપ્ત થતાં સમસ્ત પરદ્રવ્યથી અતિક્રાંત થયો થકો. પરવ્યથી છૂટી ગયો, એ તો આવી ગયું નહિ ? “ચળવા ન દે એ ભાવાર્થમાં આવ્યું.
“બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે...” આહા..હા...! સમ્યગ્દર્શન એ ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. વિકલ્પના વિચારમાં ન થાય. કેમકે વસ્તુ પોતે વીતરાગ સ્વરૂપ છે, એથી એને વીતરાગી પર્યાયનું ધ્યાન (થાય) એમાં જ ઈ મોક્ષ પ્રાપ્ત થાય. આહા..હા... અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી...” (અર્થાત) આત્માનું ધ્યાન કરવાથી. આહાહા...! “દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો....... આહાહા...આત્મા સિવાયના જેટલા દ્રવ્યો, રાજપાટ, સ્ત્રી, છોકરા, કુટુંબ, દીકરી, દીકરા, પટારા, માલ એ બધાથી છૂટી ગયો. બધાથી જુદો જ છે. પણ ઇચ્છાથી
જ્યાં છૂટી ગયો તો બધા પરદ્રવ્યથી છૂટી ગયો. આહા...હા...! જુઓ ! આ મુનિપણાની દશા ! આ...હા...! “પદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.” લ્યો સંવર કેમ થાય ? કે, આમ થાય. આહા...હા...! એની રીતેય આકરી.
મુમુક્ષુ – ભેદવિજ્ઞાનથી થાય.
ઉત્તર – બધું તદ્દન જુદું છે. આ.હા.! ઇચ્છા અને પારદ્રવ્યથી ખાલી છો. તારા અનંત ગુણથી ભરેલો છો. આ બે વાત. ઇચ્છા માત્રથી અને પરદ્રવ્ય માત્રથી તું ખાલી છો. આહા...હા.! અને તારા અનંત ગુણોથી પૂર્ણ ભરેલો છો. ઓ.હો...! આવું આત્માનું માહાસ્ય કેમ આવે? આખો દિ ગૂંચવણમાં પડ્યો હોય). આ વિના એને જન્મ-મરણના અંત ન આવે, ભવભ્રમણ ન મટે. આહા...! શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો, અનુભવતો, ધ્યાતો સ્થિર થઈને અલ્પ કાળમાં પૂર્ણ પરમાત્માને પામે છે. અલ્પ કાળમાં જેવો આત્મા છે એવો પામે છે. આહા...હા..! પંચમ આરાના મુનિ પણ આમ કહે છે. ગાથા એવી છે ને એમ કહેતા નથી કે, અત્યારે મોક્ષ નથી. આમ કરતાં કરતાં મોક્ષ થાય ઈ છે.
આ તો કેટલાક) એમ કહે કે, અત્યારે શુભઉપયોગ જ છે. અર..ર... એટલે અધર્મ જ છે. આહાહા...! શુભ ઉપયોગ છે એ પુણ્ય છે અને પુણ્યના અભિલાષી છે એ ભોગના અભિલાષી છે. આ..હા....! જેને શુભભાવ – પુણ્ય વ્હાલું લાગે છે, એના ફળ તરીકે વિષય મળે, તેના ભોગવવાના એ કામી છે. આહાહા...! શુભભાવ પુણ્ય છે એ ભોગનું કારણ છે. હવે શું કહે છે, પુણ્ય છે ઈ ભોગનું કારણ છે, એ અત્યારે મળે. આહા..હા...! દુનિયા આંધળી પણ ચાલે છે ને !
મુમુક્ષુ :- શુભ ભાવમાં આત્માની અભિલાષા રાખે છે.