________________
ગાથા-૧૮૭ થી ૧૮૯
૫૨૫
તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે...' પોતા તરફના એકત્વ-ચેતન વડે. પોતાના તરફના જાણવા-દેખવાના સ્વભાવ વડે. આહા..હા...! ‘અર્થાત્ એકત્વના અનુભવન વડે...’ એકપણાનો જ અનુભવ, જેમાં કોઈ વિકલ્પ, બીજી ચીજ નહિ. આહા..હા...! એવા અનુભવ વડે. શું આ પૂછે છે ? એનો ઉત્તર છે. સંવ૨ કયા પ્રકારે થાય ? એ પ્રકારની વાત ચાલે છે. આહા..હા...! દુકાનના ધંધા કે વેપાર આખો દિ' ત્રેવીસ કલાક એ થે. એકાદ કલાક સાંભળવા જાય. એમાં એરણની ચોરી ને સોયનું દાન. ધર્મ તો એક કોર રહ્યો પણ પુણ્ય પણ નહિ એમ કહે છે. આહા..હા....! અરે...! મોહે મારી નાખ્યા જગતને. આહા..હા...!
એકલો ચેતન પ્રભુ, એને ચેતીને – અનુભવીને. આહા..હા...! ‘(પરદ્રવ્યથી) અત્યંત ભિન્ન...’ અત્યંત ભિન્ન, એકલું ભિન્ન નહિ. આહા...હા....! ‘અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો... ચૈતન્યચમત્કાર, ચૈતન્યચમત્કાર ! આ..હા...! જેને જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય, આ..હા...! એવો ચૈતન્યચમત્કાર. ચૈતન્યચમત્કાર, દુનિયામાં ચમત્કાર હોય તો એ છે. બીજા ચમત્કાર તો થોથાં છે. આ..હા..! ચૈતન્યચમત્કારમાત્ર આત્માને....’ ‘પદ્રવ્યથી) અત્યંત ભિન્ન...’ અને ‘ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો....' આ..હા...! શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો,... ત્યાંથી હઠીને અંદરમાં અનુભવે ત્યારે તો શુદ્ધ આત્મા દર્શન-જ્ઞાનમય અનુભવે. શુદ્ધ દર્શન-જ્ઞાન છે ઈ આત્મા. પહેલા કહ્યું હતું, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મા. ત્રીજી લીટીમાં કહ્યું હતું. આહા..હા...! ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો,..' આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો (કહ્યું છે), જોયું ? ગુણને નહિ, પર્યાયને નહિ. આહા..હા...! પરદ્રવ્યથી, ઇચ્છાથી ખસ્યો એટલે સ્વદ્રવ્યમાં આવ્યો, બસ ! એ આત્માને આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો,.......' લ્યો ! આત્માને ગુણ છે, એ ગુણને પ્રાપ્ત થયો એમ નથી લીધું. આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો એમાં અનંતા ગુણ આવી ગયા. આહા..હા..! ‘આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ... (એટલે) અનુભવ. શુદ્ધ આત્માનો અનુભવ એ સંવર. આહા...હા...! પાને પાને આ ભર્યું છે. છતાં લોકો પણ એમ (કહે છે) શુભભાવથી ધર્મ, શુભભાવથી ધર્મ પોકાર્યા કરે છે. અને (અહીંનો) વિરોધ કરે છે.
મુમુક્ષુ :- આચાર્યે શુદ્ધ ઉપયોગ જ કહી દીધો.
ઉત્તર :- આત્મા છે કે નહિ ? આત્મા છે કે નહિ આ કાળે ? આહા..હા...! ત્રણે કાળે (છે), એને કોઈ કાળ લાગુ પડતો નથી. આ..હા...!
સચ્ચિદાનંદ પ્રભુ ! ચેતનારો દર્શન-જ્ઞાનરૂપ એ આત્મદ્રવ્ય, એને પ્રાપ્ત કરે. પરદ્રવ્યથી દૃષ્ટિ છોડી આને પ્રાપ્ત કરે. છે ? ‘શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ) થતાં સમસ્ત પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો...' શુદ્ધ સ્વરૂપની અંતર દૃષ્ટિ અને ઉપયોગ જામતો.. આહા..હા..! ત્યારે પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો,..' પદ્રવ્યથી અતિક્રાંત (એટલે)