________________
પ૨૪
સમયસાર સિદ્ધિ-૬ નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો...... આહા...હા...! “નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો...” ભાષા જુઓ ! નિરંતર અતિ નિષ્કપ વર્તતો, પાછો. અતિ નિષ્કપ. આહાહા...! “કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના” કર્મ અને શરીરાદિ, વાણી આદિ કોઈને અડ્યા વિના પોતાના આત્માને જ.” પોતાનો ભગવાન દર્શન, જ્ઞાનરૂપ આત્મા. એવા “આત્માને જ આત્મા વડે...” પોતાના આત્માને જ.” આ.હા..હા...! જે શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપછે તેને આત્મા વડે, એ શુદ્ધ દર્શનપર્યાય વડે. આહા...હા...!
પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી..” ભેગું કર્યું. પહેલા દર્શન-જ્ઞાન કહ્યું હતું ને ? દર્શન-જ્ઞાનરૂપ ત્યાં (કહ્યું હતું). હવે ભેગું લીધું. પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી.” ચેતયિતા – એ તો જાણનાર-દેખનાર જ છે, બસ ! જગતને ચેતનારો છે. જગતને બનાવનારો નથી, જગતમાં ભળનારો નથી, જગતથી કાંઈ લેવું નથી, જગતથી નિરાળો ચેતનારો જીવ ભગવાન છે. આહાહા..! પહેલા દર્શન-જ્ઞાનરૂપ આત્મા કીધો હતો ને ? અહીં એક શબ્દ વાપર્યો. પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે.” આ.હા...હા..! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાનને ચેતે છે – અનુભવે છે. એકલું જ્ઞાનને અનુભવે. આહા...! આ બધી વાત મોટી, પણ પહેલું શું કરવું? પહેલું આ જ કરવું. પહેલું જ આ છે. ૧૭ ગાથામાં કીધું નહિ? ૧૭ ગાથામાં કીધુ, પહેલું શું? પહેલો આત્માને જાણવો. પહેલો નય, નિક્ષેપથી જાણવો એમ કાંઈ કહ્યું નથી. ૧૭ ગાથા. ભગવાન આત્મા જેવો તું ભૂલ્યો છો એને એવી જ રીતે પહેલો જાણ. આહા...હા...!
જેવી રીતે તેં તને જાણવાની ભૂલ કરી છે, જાણવાની રીત છોડીને એ ભૂલને છોડીને એકાકાર થા. આહાહા...! જગતની બધી ચીજો વ્યવહાર શેય છે. એમાં કોઈ ઠીક-અઠીક કે એવું કોઈ શેય નથી. બે ભાગલા પાડવા એવું કંઈ જોયમાં નથી. એથી ચેતયિતાપણું હોવાથી એ એકત્વને જ ચેતે છે. એકપણાને જ જાણે છે. આહા...હા...! પંચ પરમેષ્ઠી, આ વેપારધંધા, બાયડી, છોકરા ઠીક એવો ભેદ આમાં નથી. જાણનારને જાણવામાં આવતી ચીજમાં ભેદ નથી. એકરૂપે બધી ચીજો શેય તરીકે છે. આહા..હા...! પંચ પરમેષ્ઠીને પરદ્રવ્યમાં નાખ્યા. આ...હા...!
ચેતે છે.” (એટલે) અનુભવવું, દેખવું-જાણવું. –જ્ઞાનચેતનારૂપે રહે છે),” કહ્યું? રાગચેતના, કર્મચેતના અને કર્મફળચેતના. રાગની ચેતના અનુભવવું એ કર્મચેતના. એના ફળનો દુઃખનો અનુભવ કરવો એ કર્મફળચેતના. એ તો અનાદિથી રાગનું કર્મચેતનાપણું કરતો આવે છે. એ તો સંસાર છે. આહા..હા..! એ સંસારમાર્ગમાં મોટો અબજોપતિ હોય તોપણ એ રાગને જ અનુભવે છે. સ્વર્ગના દેવતા, લ્યો. આહા...હા...! મિથ્યાદૃષ્ટિ છે એ તો રાગને જ વેદે છે, બસ ! કષાયને વેદે છે. આહા...હા..! તેને છોડી દઈ. છે ?
અહીં આવ્યું. “ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે -જ્ઞાનચેતનારૂપ રહે છે,