________________
પ૨૬
સમયસાર સિદ્ધિ-૬. વેગળો પડ્યો. “અલા કાળમાં જ.” “વિરે' શબ્દ છે ને ? “વિરે' શબ્દ છે ને અંદર ? ‘વિરે (ભૂળ ગાથાની) છેલ્લી લીટી (છે). ‘તરિ વિરેન' અલ્પ કાળમાં એ પરમાત્મા થાય છે. “વિરે” “અલા કાળમાં જ. એમ છે ને ? “વિરે' એમ છે. ‘વિરેન’ “અલ્પ કાળમાં જ.' ક્યાં આમાં ક્રમબદ્ધ રહ્યું ? અલ્પ કાળમાં પામે. એ તો એની સ્થિતિ બતાવે છે. (જેને) આવું હોય, કેવળ પામવાને લાંબો કાળ હોય નહિ. ક્રમબદ્ધ એમાં જ આવી જાય છે. આહા...હા...! એના ક્રમમાં આ અનુભવ કરે, એને ક્રમમાં કેવળજ્ઞાન લેવાને થોડી જ વાર હોય, એમ કહે છે. આહા..હા...! | ‘અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર તરીત) છે.” સંવર કરવાની આ રીત છે. બેય હાથ જોડે ને આ કરો ને એ રીત નથી, કહે છે. આ છોકરાઓ સંવર કરવા બેસે ને ! સામાયિક (કરે એટલે) પૈસા ચાર આના, આઠ આના, રૂપિયો કે કાંઈક આપે (એટલે) બધા ભેગા થાય. થઈ ગયો સંવર, ઓ.હો..હો...!
આ સંવરનો પ્રકાર...” સંવર થવાની આ રીત અને પ્રકાર અને આ વિધિ, સંવર થવાની વિધિ છે. આહાહા...! દુકાનનું કરીએ, નોકરનું કરીએ, બાયડીનું કરીએ અને સંવર કરીએ એવા બે ભાગ હશે ? જ્યાં સુધી પરનું કર્તાપણું માને છે, ભલે સ્ત્રી હોય કે એનો આત્મા હોય કે એનું શરીર (હોય) એનાથી ઠીક માને છે, આ ઠીક છે એમ માને છે) ત્યાં સુધી મિથ્યાત્વ ભાવ છે.
મુમુક્ષુ :- આત્મા એક છે.
ઉત્તર :- એકલો આત્મા, એક જ આત્મા, એમાં બીજો કોઈ છે નહિ. આહા...હા..! ગૃહસ્થાશ્રમમાં ક્ષાયિક સમકિત પામે તોપણ મારા શુદ્ધ એક દર્શન-જ્ઞાનમય, અપૂર્ણ પણ નહિ, આહા.હા..! વિકાર તો નહિ, પર તો નહિ. સંપૂર્ણ જ્ઞાન-દર્શનમય ભગવાન, તેને પામે છે, લ્યો !
ભાવાર્થ – જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી...” એમાં –ટીકામાં) કહ્યું હતું ને ? “રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ.” શુભાશુભમાં આનું મૂળિયું, રાગ-દ્વેષ-મોહ છે, એમ કહે છે. આહા...હા...! પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે...” જુદા પાડવાના બળ વડે. આહાહા...! “ચળવા ન દે.” પરદ્રવ્ય અને પરદ્રવ્ય તરફના વલણનો રાગ, એનાથી ભેદજ્ઞાન કરતાં “ચળવા ન દે...” આહા...હા....! જ્ઞાનનું ખેંચાણ જ્ઞાનમાં રહે. રાગ અને પરદ્રવ્યમાં જાય નહિ. આહા...હા...! આ સંવરની રીત છે.
પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે.” અંદર નિશળ કરે. ચળે નહિ, આમ સ્થિર થાય. આહા...! “અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈ.” નિગ્રંથ લીધું છે ને ? (એટલે) મુનિ. આહાહા...! મુનિ આવા હોય, એમ કહે છે.