________________
પ૨૨
સમયસાર સિદ્ધિ-૬ “હવે પૂછે છે કે સંવર ક્યા પ્રકારે થાય છે ?’ લ્યો, આ પ્રશ્ન તો બરાબર છે. સંવર એટલે ધર્મની પહેલી શુદ્ધિ. નિર્જરા એ તો (શુદ્ધિની) વૃદ્ધિ છે. અનાદિથી અશુદ્ધિ છે. પર્યાયમાં અનાદિથી રાગની અશુદ્ધિ છે. આસવ છે, ભાવાસવ (છે). હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે, હવે સંવર ક્યા પ્રકારે થાય ? એનો પ્રકાર શી રીતે છે ? એનો ઉત્તર (કહે છે).
अप्पाणमप्पणा रुधिऊण दोपुण्णपावजोगेसु । दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ।।१८७।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा।
વિ વમાં નોર્મો જેવા વિંતરિ ધ્યત્તા ૧૮૮II. अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। लहदि अचिरेण अप्पाणमेव सो कम्मप्रविमुक्कं ।।१८९।। પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્માને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પદ્રવ્યઇચ્છા પરિહરી. ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાને આત્મને આત્મા વડે–નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને. ૧૮૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. ટીકા - જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ.” ભાવ. શું કહ્યું? કે, શુભાશુભ ભાવનું મૂળ રાગ-દ્વેષ ને મોહ છે. આહાહા..! અહીં તો મિથ્યાત્વ અને રાગદ્વેષ એ શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ છે એમ કહે છે. સમજાણું કાંઈ ? રાગ-દ્વેષ ને મોહ – મિથ્યાત્વ જેનું મૂળ છે “એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને...” આહા..હા...! દઢતર (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી.” હવે સવળું કહે છે. એ રીતે છે. શુભાશુભ ભાવ મારા, એવો મિથ્યાત્વભાવ અને એને લાયક રાગ-દ્વેષ છે. એ બધા શુભાશુભ ભાવના મૂળિયા રાગ-દ્વેષ-મોહ છે. તેને દઢતર (અતિ દઢ). એકલું દઢ લીધું નહિ, તેમ દઢતમ ન લીધું, દઢતમ છેલ્લું છે. દઢતર વચલો બોલ લીધો. દઢ, દઢતર અને દઢતમ. દઢતમ એ ઉત્કૃષ્ટ બોલ છે. આહા...હા...!
“આત્માને દઢતર ભેદવિજ્ઞાનના અવલંબનથી...” લ્યો. “ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને. આહા..હા...! શુદ્ધ સ્વરૂપ સન્મુખની એકાગ્ર થઈને રાગ ને દ્વેષ ને મોહને રોકીને શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં. હવે આત્મા કેવો છે (એ) પહેલું સિદ્ધ કર્યું. આત્મા શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ આત્મા (છે). આત્મા એટલે શુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ તે આત્મા.