________________
ગાથા-૧૮૭ થી ૧૮૯
જે સર્વસંગતિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,—નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને. ૧૮૮. તે આત્મ ધ્યાતો, શાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રતિમુક્ત આત્માને વરે. ૧૮૯
=
ગાથાર્થ :- (આત્માનમ્) આત્માને (આત્માના) આત્મા વડે (દ્વિપુણ્યપાપયો ગયોઃ) બે પુણ્યપાપરૂપ શુભાશુભયોગોથી (રુઘ્વા) રોકીને (વર્શનજ્ઞા) દર્શનશાનમાં સ્થિત:) સ્થિત થયો થકો (વ) અને (અન્યસ્મિન્) અન્ય (વસ્તુ)ની (ફાવિરત:) ઇચ્છાથી વિરમ્યો થકો, (ય: આત્મા) જે આત્મા, (સર્વસડામુવત્તઃ) (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, (આત્માનમ્) પોતાના) આત્માને (ઞાત્મના) આત્મા વડે (ધ્યાયતિ) ધ્યાવે છે – (ર્મ નોર્મ) કર્મ અને નોકર્મને (ન અ)િ ધ્યાતો નથી, (શ્વેતયિતા) (પોતે) ચેયિતા (હોવાથી) (પ્રત્વ) એકત્વને જ (ચિન્તયતિ) ચિંતવે છે – ચેતે છે – અનુભવે છે, (સ:) તે (આત્મા), (આત્માનં ધ્યાયની આત્માને ધ્યાતો, (વર્શનજ્ઞાનમયઃ) દર્શનજ્ઞાનમય અને (અનન્યમય:) અનન્યમય થયો થકો (અવિરેન વ) અલ્પ કાળમાં જ (ર્મપ્રવિભુત્તમ્) કર્મથી રહિત (આત્માનન્) આત્માને (લમતે) પામે છે.
૫૨૧
ટીકા :- જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દૃઢતર (અતિ દૃઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે (–જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ–ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે પદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ) થતાં સમસ્ત પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર (રીત) છે.
ભાવાર્થ :- જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનશાનમય આત્મસ્વરૂપમાં નિશ્વળ કરે અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
૧. ચેતિયતા = ચેતના૨; દેખના૨-જાણનાર
૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું અનુભવવું; દેખવું-જાણવું.
=