________________
શ્લોક-૧૨૭
૫૧૯
આ તો ધર્મની ધારાની વાત ચાલે છે. ધર્મની ધારાના બે પ્રકાર એક ઉપયોગરૂપ ધારા ૨હે. એ તો છદ્મસ્થને અંતમૂહુર્ત રહે પછી ખસી જાય. આઠમા ગુણસ્થાનથી ઉપયોગ ચાલે એ ખસે નહિ. એ ઉપયોગ થઈને પાછો શ્રેણી ચડીને કેવળજ્ઞાન પામે. અને નીચે ચોથે, પાંચમે, છઠે (ગુણસ્થાને) આ ધારાવાહી જ્ઞાન જે નિર્મળ પ્રગટ્યું છે એ ધારાવાહી (જ્ઞાન છે). એને ઉપયોગ ભલે રાગમાં જાય, ૫૨માં જાય (પણ) અંદ૨ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એ કંઈ ખસતું નથી. આહા..હા...!
આવા બધા બોલ ધારવા. શું કરવા ધારવા આવા બોલ ? એને સમજાવે છે. ભાઈ ! ખરેખર તો તારું સ્વરૂપ છે એ નિત્યાનંદ પ્રભુ, એના ઉપર ઉપયોગ ગયો, લાગ્યો. બસ ! પછી ભલે થોડો ખસી જાય પણ એ ઉઘાડ થયો અને દર્શન થયું એ તો સદાય રહેશે. ઉપયોગની અપેક્ષાએ બે. નીચલા ગુણસ્થાનવાળાને ઉપયોગ આવે પણ અંતમૂહુર્ત રહે. તરત ખસી જાય અને આઠમા ગુણસ્થાનથી ઉપયોગ આવે (એ) એક ધારાવાહી ઉપયોગ થઈને કેવળજ્ઞાન પામે. સમજાણું કાંઈ ? આહા..હા...! આવું છે.
ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે ! આત્મા ! તું પરમાત્મા જેવો છો છતાં તું જિનમાં ને તારામાં ફેર પાડે છો ? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે ? તેથી કહે છે કે હું રાગવાળો અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો ! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે ? એ વાત રહેવા દે ભાઈ ! હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું એમ નહિ પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું – એમ મનન કર ! આહાહા ! પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ મે–૨૦૦૨
—