________________
શ્લોક-૧૨૭
૫૧૭
(હોય) પણ એને રોકીને. આહા..હા...! આત્માને સ્થિરતા વધતી જાય છે, રાગાદિ નાશ થતો જાય છે.
૫૨પરિણતિના નિરોધથી...' (શુદ્ધત્ વ અમ્યુÎતિ) ‘શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.’ લ્યો ! બહુ ટૂંકું કર્યું. પોતે પોતાનો આત્મા શુદ્ધ સ્વરૂપે ત્રિકાળ છે તેને વર્તમાનમાં પામીને, નિરંતર ધારાવાહી અનુભવીને, એને અશુદ્ધતા થતી નથી. તેથી તે શુદ્ધતા પામે છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૬૪ ગાથા-૧૮૭ થી ૧૯૨, શ્લોક-૧૨૭, ૧૨૮
બુધવાર, અષાઢ સુદ ૩, તા. ૨૭-૦૬-૧૯૭૯
(‘સમયસા૨’), ૧૨૭ કળશ થઈ ગયો, એનો ભાવાર્થ. ભાવાર્થની બે લીટી થઈ ગઈ છે. ધારાવાહી જ્ઞાન...' ત્યાંથી શરૂ (થાય) છે. છે ? ૧૨૭ કળશનો અર્થ થઈ ગયો છે, ભાવાર્થ બે લીટી થઈ ગઈ છે.
મુમુક્ષુ :– બે લીટી લેવાની છે.
ઉત્તર :– લેવાની છે ? લેવાઈ ગઈ છે, લેવાઈ ગઈ છે. કાલે લેવાઈ ગઈ છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન...' અહીં ‘સંવર અધિકા૨’ છે. જ્યાં અંત૨ રાગથી આત્મા ભિન્ન પડ્યો એની શુદ્ધ પરિણમનની એક ધારાવાહી ધારા ચાલે. શુદ્ધને ભલે થોડું અશુદ્ધ હોય પણ શુદ્ધ ધારા તો કાયમ ચાલે. પવિત્ર એ સંવર છે. અત્રુટક ધારા – જ્ઞાનાનંદ સ્વભાવની જે પિરણિત છે એ અત્રુટક ધારા છે), ધારા તૂટે નહિ. આહા..હા...!
તે બે રીતે કહેવાય છે' :– એ બે રીતે કહેવાય. શું ? ધારાવાહી જ્ઞાન પ્રવાહરૂપ અતૂટક બે રીતે કહેવાય છે. એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે...' મિથ્યાદષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શનપણું હોય, ઉપયોગ ભલે ૫૨માં હોય. આ..હા...! એવું સમ્યગ્ગાન ધારાવાહી જ્ઞાન છે.' સમ્યજ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને ભગવાનઆત્મા (જુદો પડ્યો) એટલે એ જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી અખંડ જ્ઞાનધારા કહે છે.
એ અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું...' કીધું ને ? હવે બીજી વાત એક જ શેયમાં...’ એક વાત કીધી. શું એક વાત કીધી ? કે, આત્મા રાગથી ભિન્ન છે એનું ભાન થયું અને ભલે એને રાગ આવે પણ જે શુદ્ધતા પ્રગટી છે એ તો એક ધારાવાહી હોય. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન છે. બીજી વાત – એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ...’ એક જ્ઞાયક સ્વરૂપ તેને શેય કરીને એમાં જ સ્થિર થવું, ઉપયોગના