________________
૫૧૬
શ્લોક ૧૨૭ ઉ૫૨ પ્રવચન
સમયસાર સિદ્ધિ-૬
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :–' લ્યો. ૧૨૭ (કળશ).
(માલિની)
यदि कथमपि धारावाहिना बोधनेन
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते ।
तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणितिरोधाच्छुद्धमेवाभ्युपैति । ।१२७ । ।
આહા...હા...! જો કોઈ પણ રીતે...' પુરુષાર્થથી. આહા..હા...! અંતરના તીવ્ર પુરુષાર્થથી. ‘વાળ વારેળન્” આવી ગયું હતું ને ? ઉગ્ર પુરુષાર્થથી સ્વ તરફ (વળે). ધારાવાહિના વોધનેન’ ધારાવાહી શાનથી... આહા...હા...! જેની જ્ઞાનધારા છૂટે નહિ. રાગ રહે પણ રાગધારા જુદી અને જ્ઞાનધારા જુદી (રહે). બેય ધારા બેય ધારાનું કામ કરે. આહા...હા...! ધારાવાહી શાનથી...’ ‘શુદ્ધ આત્માને...’ ‘શુદ્ધમ્ આત્માનન્’ પવિત્ર આત્માને. ધ્રુવમ્ ઉપનમમાનઃ આસ્તે ‘નિશ્ચળપણે અનુભવ્યા કરે...’ ધ્રુવ એટલે નિશ્ચળ, ઉપલભ એટલે અનુભવ. આસ્તે એટલે કરે. નિશ્ચળપણે અનુભવ્યા કરે... આહા..હા....!
પહેલી તો એ વાત છે કે, એને આત્માની મહિમા જ આવતી નથી. બધી આખી દુનિયાથી ચીજ નિરાળી કોઈ જુદી છે, જેની મહિમાનો પાર નથી. આ..હા..હા...! એવો આ ભગવાનઆત્મા અંદર દયા, દાનના વિકલ્પથી જુદો પડ્યો છે. આહા..હા...! પણ એ વાત કેમ બેસે ? અનાદિની બહા૨ નજર છે. આ દયા પાળો ને આ વ્રત કો ને આ અપવાસ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો. આહા..હા..! એથી એને આ રાગની ક્રિયાથી જુદો છે એ કેમ બેસે ? રાગમાં જેને પ્રેમ છે અને રાગનો જે રસીલો છે (એ) રાગમાં રસીલો થઈ ગયો છે. એને ભગવાન રાગથી ભિન્ન છે, આનંદકંદ પ્રભુ (છે) એ શુદ્ધ કેમ બેસે ?
અહીં તો કહે છે, ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા કરે....' આહા..હા...! તો (અયમ્ આત્મા) આ આત્મા, (યત્-આત્મગારામમ્ આત્માનમ્) જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે...' આહા..હા...! (ઽયંત્-આત્મરામમ્ઞાત્માનમ્) આહા..હા...! જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે...’ જેની આત્મપરિણતિ વધતી જાય છે. ‘એવા આત્માને...’ (પર-પરિગતિ-રોધાતુ) ૫૨૫રિણિત એટલે રાગની દશાને રોકીને.‘નિરોધથી...’ આહા..હા...! સંવરે છે ખરો ને ? રાગનો કણ ગમે તે હોય, ભગવાનની ભક્તિ આદિ