________________
૫૧૪
સમયસાર સિદ્ધિ-૬. ઉત્તર :– જણાય છે કે, જણાય. ઉપયોગ ભલે બહાર હોય. ઉઘડેલો આનંદ ક્યાં જાય ? આ.હા...!
‘આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી) જ સંવર થાય છે.” લ્યો ! આહા..હા..! બહુ ટૂંકામાં (ભર્યું છે). ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદ પ્રભુ ! એને પુણ્ય અને પાપના રાગથી ભિન્ન પાડીને એને અનુભવે એને સંવર થાય, ધર્મ થાય. એને ધર્મ થાય, બીજાને ધર્મ ન થાય. એ કરોડો મંદિરો કરાવે ને કરોડો રૂપિયા ખર્ચે... આહા...હા.... કરોડો શાસ્ત્રો બનાવે, પછી સોંઘા આપે, દસ રૂપિયે પડે ઈ પાંચે આપે એ તો શુભરાગ છે. આહા..હા..! “મુંબઈમાં બેનના છ હજાર પુસ્તક વેંચાણા ને ? થોડા બાકી હતા ઈ ‘શાંતિભાઈ એ વેંચ્યા હતા. “ચીમનલાલ ઠાકરશી', લ્યો ! ત્રણ દિ વહેંચ્યા હતા. એકમને દિ ભાઈએ વહેંચ્યા હતા. સોભાગ’ ! વૈશાખ સુદ ૧, એના હશે, તમારા હશે ને ત્રીજા ઓલાના (હશે). મોટી સભામાં વહેંચાણા. વાતમાં શું છે કે એમાં રાગની મંદતા હોય તો શુભ ભાવ (છે). એમાંથી એમ માની ત્યે કે આમાં ધર્મ થઈ જાય છે તો મિથ્યાત્વ છે). આહા...હા...! અરે..! આવી આકરી વાતું, લ્યો ! પૈસાવાળાને પૈસાથી ધર્મ થાતો હોય તો રાજી થાય. તો નિર્ધનને ધર્મને માટે પૈસા ગોતવા પડે. આ..હા..! અરે..! આ શરીર જ કામ ન કરે ત્યાં.. આહા..હા...! શરીરની ક્રિયા થાય છે એ શરીરની જડથી થાય છે). એ કામ જ્યાં આત્માનું નથી... આ..હા..હા...!
મુમુક્ષુ :- મંદ કષાયમાં ધર્મ તો ન થાય પણ ધર્મનો ચાન્સ અવકાશ, અવસર અવશ્ય
મળે.
ઉત્તર :- જરીયે નહિ મળે. એ શુદ્ધતાને પ્રગટે ત્યારે એને ધર્મનો અવસર મળશે. શુભભાવ ગમે એટલા લાખ, કરોડ કરે (તોપણ) શુદ્ધતાનો અવસર નહિ મળે. આહા...હા...! “મોક્ષમાર્ગ પ્રકાશકમાં એક ઠેકાણે જરી કહ્યું છે કે, શુભ બહુ હોય તો નિમિત્તો સારા મળે. તો ક્યાંક કદાચિતુ ત્યાંથી સમજે, એમ. એવું એક આવે છે. એ તો ક્યાંક સમજે તો નિમિત્ત કહેવાય ને, નહિતર (ન કહેવાય). “મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. બધી ખબર છે. આ..હા..! એમાંથી આ લોકો કાઢે છે. જુઓ ! આમાં કહ્યું છે, શુભભાવ કરે તો એમ કરતા કરતા એને નિમિત્ત ક્યાંક સારા મળે તો નિમિત્તથી પામી જાય. નિમિત્તથી પામે નહિ, ઉપાદાનથી પામે. એના ઉપાદાનથી પામે ત્યારે નિમિત્ત કહેવામાં આવે. આહાહા..! ઘણો બધો ફેરફાર છે, ભાઈ !