________________
૫૧૮
સમયસાર સિદ્ધિ-૬ ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું...' ઉપયોગનું ધારાવાહીપણું. ઓલામાં ઉપયોગ નહોતો. કોઈ વખતે આવતો પણ સમ્યગ્દર્શન-જ્ઞાન થાય છે એટલું તો ભેદજ્ઞાન સદાય હોય છે. બીજું આ. ઉપયોગ એમાં રહેવાથી જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે. જ્યાં સુધી આત્મા પોતાના ધ્યાનમાં શાતા-શેય ને જ્ઞાનના ભેદને ભૂલી એક ઉપયોગમાં ઉપયોગ પડ્યો હોય એને પણ અંતર્મુહૂર્ત સુધી ધારાવાહી કહે છે. અંતમૂહુર્ત સુધી.
‘અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે...' આ..હા...! ધારાવાહી એટલે એકધારાએ સરખું ચાલતું. એક સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શનની ધારા ચાલે, એક એ પ્રકાર. અને એક તો આ ઉપયોગને લાગુ પડે. એ ઉપયોગ અંતમૂહુર્ત રહે, વધારે નહિ. એ ઉપયોગને પણ અંતર ધારાવાહી એટલા કાળમાં કહે છે. ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે;...'
આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે,...' છદ્મસ્થને તો ઉપયોગ અંતમૂહુર્ત રહેવાનો છે. ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે;...’ પછી તે ખંડિત થાય છે.’ ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય. આ બે અર્થમાંથી જ્યાં જેવી... કથન શૈલી હોય તેવો અર્થ સમજ્જો. અવિરતસમ્યગ્દષ્ટિ...' ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને, છઠ્ઠ ગુણસ્થાને એણે એમ લેવું કે, બે અર્થમાંથી જ્યાં જેવી વિક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે.’ કઈ ? ચોથું, પાંચમે, છઠ્ઠ ધારાવાહી સમ્યગ્દર્શન થયું એ લાગુ પડે. ઉપયોગ નહિ. ઉપયોગ કોઈવાર થાય. એટલે એ ધારાવાહી ઉપયોગની અપેક્ષાએ નહિ. સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એ ધારાવાહી કાયમ રહે એ અપેક્ષાએ ધારાવાહી કહેવામાં આવે છે. ચોથે, પાંચમે, છઠે. આહા..હા...!
શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે...’ છે. મુખ્યપણે. આમ તો એને અબુદ્ધિપૂર્વક રાગ છે, પણ એ ન ગણે એટલે મુખ્યપણે શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર હોય. શ્રેણી ચડનાર અંદર સ્થિરતા કરે. આઠમા ગુણસ્થાનથી ધારા સ્થિર થાય (એ) સ્થિર થતાં જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે...’ ઉપયોગ ત્યાંથી નીકળે નહિ, ઉપયોગ ત્યાં રહે એની અપેક્ષાએ ત્યાં ધારાવાહી ઉપયોગ કહેવાય છે. સમજાય છે કાંઈ ? આહા..હા...! ધારાવાહી જ્ઞાન ને આ બધું શું હશે ? પૈસાની ધારાવાહીથી રળે નિહ.
મુમુક્ષુ :– પૈસાની ધારાવાહી એટલે ?
ઉત્તર :- દ૨૨ોજ પચીસ-પચાસ-સો, બસો, પાંચસો રળે. આ..હા...!
અહીં અમારે પાલેજ” દુકાન હતી ને ? ત્રણ ભાઈઓ ભેગા હતા. હંમેશાં સાતસોઆઠસોની પેદાશ. દિવસની, હોં ! એક દિવસના સાતસો-આઠસો ધારાવાહી આવે. ઘરાક એવા આવે. પાપની ધારા !