________________
ગાથા૧૮૬
૫૧૩ નિર્જરા છે. આહાહા! સમકિત અને ત્રણ જ્ઞાન લઈને તીર્થકર માતાના પેટમાં આવે. સવા નવ મહિના પણ ત્યાં ધારા, રાગથી ભિન્ન પડેલી ધારા કાયમ રહે. આહા..હા...! એવી વસ્તુ છે. દુનિયાથી જુદી જાત છે, ભઈ ! દુનિયા બહારથી માનીને બેસી ગઈ છે. આહા..હા... એક તો મનુષ્યપણું મળ્યું. (એ) હારી જશે. આહા..હા...!
આ આત્મા અંદર ચિદાનંદ પ્રભુ, એના “અખંડધારાવાહી જ્ઞાનથી...” જોયું ? ભાવાર્થ. ‘આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે.” જોયું ? નિરંતર ભલે ત્યાં ઉપયોગ ન હોય પણ અનુભવ્યા કરે છે. આહાહા..! અડદની દાળમાં જેમ ફોતરું છૂટું પડ્યું એ ફોતરું પછી એને ચોટે જ નહિ. અડદની ધોળી દાળ થાય ને ? એમ ભગવાનઆત્મા, એ કાળુ જે ફોતરું, એવો પુણ્ય-પાપનો ભાવ કાળો મેલ, એનાથી ભિન્ન પડી અને નિરંતર જ્ઞાનની ધારા વહે છે. આહા..! તેને “ભાવાસવો રોકાય છે. તેને રાગ-દ્વેષ-મોહરૂપી ભાવાસવ. ભાવાસવ સમજાણું? રાગ-દ્વેષ અને મોહ એ ભાવાસવ છે, નવા આવરણનું કારણ છે). નવા આવરણ આવે એ દ્રવ્યઆસ્રવ અને આ ભાવાસવ. આહા...હા...!
તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે. જે આત્માના આનંદ અને જ્ઞાનને નિરંતર વેદે છે, અનુભવે છે, ભેદજ્ઞાનની ધારામાં સદાય રહે છે. આહાહા...! “તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે...” અનંતાનુબંધી આદિના જેટલા રાગ-દ્વેષ-મોહ છે (તે) રોકાય છે. આગળ જતા જેટલી સ્થિરતા થાય એટલું આગળ વધાય છે. આહા...હા...! “તેથી તે શુદ્ધ આત્માને પામે છે.” “સુદ્ધ તુ વિયાગંતો સુદ્ધ વેવપ્રય નહિ એ ગાથા છે ને ? શુદ્ધને પામે, શુદ્ધને કારણે. શુદ્ધને જે અવલંબે એ શુદ્ધને પામે. આહાહા...! તેથી તે શુદ્ધ આત્માને પામે છે;
અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે...” આ...હા...હા...! તો પુણ્ય ને પાપના ભાવવાળો છું, કેમકે જુદી ચીજ છે એ તો જણાણી નથી. આત્માનો ધર્મ છે જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ એ તો જણાણો નથી. રાગ ને દયા, દાન પરિણામ જણાણા. એને પોતાના માનીને રાગ-દ્વેષ કરે છે. આ..હા! શુદ્ધ આત્માને પામે છે. “અને અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી...” આહા..હા..! ભલે સાધુ થઈ જાય, હજારો રાણી છોડે પણ અંદરમાં રાગની એકતા જ્યાં સુધી છે ત્યાં સુધી એને મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવાસવ છે, એનાથી નવા દ્રવ્યાસ્ત્રવ થાય છે. આહાહા...! હજારો રાણી છોડે, સાધુ થાય તોય. અંતરમાં રાગની એકતા તૂટે નહિ ત્યાં સુધી અશુદ્ધતા જાય નહિ. આહા..હા...આવો માર્ગ !
મુમુક્ષુ :- ઉપયોગ બહાર હોય તો આનંદ આવે. આનંદ જણાય ? ઉત્તર :- લબ્ધ છે એટલે આનંદ સદાય છે. મુમુક્ષુ :– જ્ઞાનમાં જણાય ?