________________
સમયસાર સિદ્ધિ-૬
‘અશુદ્ધ આત્માને જ પામે છે.’ એ અજ્ઞાની તો અશુદ્ધ આત્માને જ પામે છે). ભલે ચાહે તો વ્રત ને અપવાસ કરે ને ભક્તિ કરે ને પૂજા કરે ને જાત્રા કરે (તોપણ) એ અશુદ્ધતાને જ પામે છે. કારણ કે એ પિરણામ મારા અને મને એમાં લાભ છે), એ અશુદ્ધ મલિનતાને અનુભવે છે. આહા..હા...! માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.’ આ સંવર થાય, નહિતર સંવર નથી. આ..હા...!
૫૧૨
લાઠી’માં આઠમના પેલા પોસા કરેને બધાય ? વીસ-પચીસ જણા ભેગા થઈને (કરે). ધર્મ થઈ ગયો, સંવ૨ થઈ ગયો. સંવ૨ કર્યો, પોષા કર્યા, લ્યો ! આહા..હા...! ‘લાઠી’માં ચોમાસુ હોય ત્યારે એ લોકો કરે. આઠમના અને પાકી, અમાસ એમ એક મહિનાના ચા૨ (પોષા કરે), એ સંવ૨ કર્યો કહેવાય. એ..ઈ...! બધા માનતા હતા. ‘હીરાજી મહારાજ” બિચારા કહેતા. ઈ કહેતા. આ..હા...! વાત આખી ફેર છે, ઉલટપુલટ વાત છે.
છેલ્લો શું સ૨વાળો કીધો ? કે, શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે. ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યપ્રભુ, એની પ્રાપ્તિ થાય, ઉપલબ્ધિ થાય, અનુભવ થાય તો સંવ૨ થાય. આહા...હા...! સમજાણું કાંઈ ?
ભાવાર્થ :- જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે....’ આ..હા..હા...! જેને આત્મા અંદર શુદ્ધ ચિદાનંદ પ્રભુ ! રાગ, દયા, દાનના વિકલ્પથી ભિન્ન છે એવા આત્માને જેણે જાણ્યો અને અનુભવ્યો... આ..હા..હા...! એ અખંડ ધારાવાહી જ્ઞાન. જ્ઞાનધારા અખંડ વહે. ઘડીકમાં રાગની એકતા અને ઘડીકમાં જ્ઞાનની એકતા, એમ નહિ.
આહા..હા...!
આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે, એને જ્ઞાનમાં એકાગ્રતાની અખંડ ધારા વહે, ભેદજ્ઞાન નિરંતર વહે. પછી કરવું પડે નહિ. આહા..હા...!
મુમુક્ષુ :– નિદ્રાકાળમાં તો જ્ઞાન મૂર્છિત રહે છે.
ઉત્તર :– અહીં નીચલી દશાની વાત છે. વીતરાગ થાય એને પૂરું થઈ ગયું. મુમુક્ષુ :– નિદ્રામાં તો મૂર્છિત રહે છે.
ઉત્તર :- નિંદ્રામાં પણ આસ્રવ અટકી ગયો છે. સમિત છે ને ! નિંદ્રામાં નિદ્રાને ઠેકાણે. અંદ૨ રાગથી નિર્મળ પરિણમન ભિન્ન પડી ગયું એ પરિણમન કે દિ' છૂટે ? નિંદ્રા હોય તોય શું ? અને રોગ હોય તોય શું ? આહા..હા...! આત્મા ચિદાનંદ પ્રભુ...
મુમુક્ષુ :– નિદ્રામાં તો ઉપયોગ શુદ્ધ હોતો નથી.
ઉત્તર :– ઉપયોગ ભલે અશુદ્ધ હોય, લબ્ધરૂપ પરિણમન નિરંતર વહે છે. નિંદ્રામાં પણ લબ્ધરૂપ પ્રાપ્તિ નિરંતર છે. ઉપયોગ ફક્ત ૫૨માં ગયો છે. આહા..હા...! છતાં રાગથી ભિન્ન પડેલી જેટલી દશા છે એ દશા તો નિરંતર નિંદ્રામાંય હોય છે. આહા..હા...! માતાના પેટમાં પ્રભુ આવે છે, લ્યોને ! એ તો સમકિત, ત્રણ જ્ઞાન લઈને આવે છે. ત્યાંય સંવર,