________________
૫૧૦
સમયસાર સિદ્ધિ-૬ થવાથી.” જ્ઞાનીને તેનો વિરોધ (થાય છે) - અટકી જાય છે. સંવર છે ને ? સંવર લેવો છે. આ..હા....! પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ છે કેવડું ક્યાં ? એની ખબર ન મળે. શી રીતે અનુભવે ? આ..હા...! એ રાગના વિકલ્પની પાછળ અંદર શુદ્ધ સ્વરૂપ અંદર છે, પર્યાયની વર્તમાન અવસ્થાની જોડે અંતર્મુખમાં ધ્રુવ તત્ત્વ આખું પડ્યું છે. એને શુદ્ધ તરફના વલણથી શુદ્ધતા જ પ્રગટે. એને રાગ-દ્વેષ અને મોહ જે આસ્રવનું કારણ, એ એને હોતા નથી. તેનો નિરોધ થાય છે. લ્યો ! આમ્રવનો નિરોધ તે સંવર. પણ આ. આ રીતે સંવર થાય). આત્સવના પચ્ચખાણ કરાવો (એ નહિ). આહાહા...!
આ ચૈતન્યસ્વરૂપ અનંત પવિત્રતાનો પિંડ પ્રભુ છે. એની વસ્તુમાં પુણ્ય અને પાપના વિકલ્પો – રાગ વસ્તુમાં નથી. નવા કૃત્રિમ ઉભા કરે છે. આહા...હા...! એથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ આ તો અકૃત્રિમ સદાય સ્વભાવ શુદ્ધ છે. આહા...હા...! પવિત્ર છે, શુદ્ધ છે તેનો અંતર અનુભવ કરતા, શુદ્ધતાના અનુભવથી શુદ્ધતા જ પ્રગટે. એમાં પુણ્યપાપની અશુદ્ધતા પ્રગટે નહિ. અને શુદ્ધતા પ્રગટે તે રાગ-દ્વેષ અને મોહનું કારણ ન થાય. એથી એને રાગ-દ્વેષ, મોહનો આસ્રવ અટકી ગયો. રાગ-દ્વેષ, મોહથી જે નવા આવરણ આવતા એ અટકી ગયા. નિરોધ કીધો ને, નિરોધ. આહા...હા...!
મુમુક્ષુ - એ અશુદ્ધતા કહીને નિરોધ...
ઉત્તર :- એ આવવાના હતા નહિ. સમજાવવું શી રીતે ? અહીં શુદ્ધતા પ્રગટ કરી એટલે એને આવરણ આવવાનું હતું જ નહિ. એને આવરણનો વિરોધ કર્યો એમ કહેવામાં આવ્યું. આહા..હા...! ધર્મની વાત ઝીણી બહુ, બાપુ ! લોકોએ તો બહારમાં સ્થૂળ સ્થૂળ જાડી વાતમાં બધું મનાવી દીધું. આહા..હા...! અનંતકાળથી એ તો માન્યું છે.
“નિરોધ થવાથી...” કહ્યું ને ? રાગ-દ્વેષ, મોહની સંતતિથી તેનો નિરોધ થાય છે. એ રાગ-દ્વેષ, મોહ કોણ? કોના ? કે, કર્મના આસ્રવણનું નિમિત્ત. નવા આવવાનું નિમિત્ત. એવા જે રાગ-દ્વેષ, મોહ એની પરંપરા તેનું અટકવાથી નવો આસવ આવતો નથી. એને એ સમયે નવા આસ્રવ આવવાના હતા નહિ, પણ સમજાવવું શી રીતે ? અંદર શુદ્ધ ચૈતન્યના સ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયો એટલો તો ત્યાં આગળ આસ્રવ થતો નથી. થતો નથી પછી આસ્રવ ક્યાંથી આવે ? ભાવઆસ્રવ થતો નથી તો દ્રવ્યઆસ્રવ આવે ક્યાંથી ? દ્રવ્યાસવ એને આવે જ નહિ. આહા..હા..!
શુદ્ધ આત્માને જ પામે છે;” એ તો શુદ્ધ આત્માને જ પામે છે. આહા..હા...! શુદ્ધને અનુભવતો શુદ્ધને જ પામે છે. પવિત્રતા પ્રભુની અનુભવતો પવિત્રતાને જ પામે છે, એ સંવર છે. આહા.હા...! આ તો જરીક પોસા કર્યા એટલે સંવર થઈ ગયો માને. એક દિ બે ટંક ન ખાય. આ.હા..!
રાણપુરમાં (સંવત) ૧૯૮૪માં ચોમાસુ હતું ને ? હતા તમે ? મનસુખ તે દિ હતો.