________________
ગાથા-૧૮૬
વાતું છે.
શિષ્યનો પ્રશ્ન હતો (કે), ભેદવજ્ઞાનથી સંવ૨ કઈ રીતે થાય ? એનો આ ઉત્તર છે કે, ‘સુદ્ધ તુ વિયાગંતો શુદ્ધને પામે. પાઠ આ છે. આત્મા અંદર શુદ્ધ પવિત્ર ઊંડે રાગથી ભિન્ન પડીને ઊંડે તળમાં પવિત્ર છે એને જો અનુભવે તો શુદ્ધને અનુભવતા શુદ્ધતા આવે. જ્ઞાનને અનુભવતા જ્ઞાન આવે, આનંદને અનુભવતા આનંદ આવે, શ્રદ્ધાને અનુભવતા શ્રદ્ધા આવે. એ બધી નિર્મળ પર્યાયો સંવર છે. સમજાણું કાંઈ ?
૫૦૯
=
જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે.' આહા..હા...! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય વસ્તુ (છે) એનું જ્ઞાન અને શ્રદ્ધા કરતા તો આનંદ અને જ્ઞાનમય જ ભાવ થાય. જ્ઞાનમય જ (ભાવ થાય), રાગ નહિ. જ્ઞાનમય ભાવ જ થાય, રાગ ન થાય. દ્રવ્યના અવલંબને, વસ્તુ જે શુદ્ધ છે તેના અનુભવથી રાગ કેમ થાય ? આહા..હા...! આવી વાતું. અહીં નવરાશ – ફુરસદ ન મળે. હજી આનો નિર્ણય ક૨વાની ફુરસદ ન મળે કે, આ શું છે પણ અંદર આ ? અંદર એ છે એ શરીરથી જુદો છે. એ તો દ્રવ્ય (જ) ૫૨ છે. પણ અંદ૨માં પુણ્યના પરિણામ થાય છે એનાથી પણ એ ભિન્ન – જુદી ચીજ છે. બે એક વસ્તુ નથી. આહા..હા...! એ સંવર પહેલું આવી ગયું (છે કે) બે વસ્તુ એક નથી. બેની સત્તા એક નથી. બેની પરસ્પર સ્વરૂપ વિપરીતતા છે. આહા..હા...! એને અંદરમાં જોતા શુદ્ધ આત્મા પવિત્ર જે પૂર્ણાનંદનો નાથ પ્રભુ, તેને જોતા, અનુભવતા તે જાતની જ દશા પ્રગટ થાય. જ્ઞાનમય (ભાવમાંથી) જ્ઞાન થાય એનો અર્થ આ. જે શુદ્ધ પવિત્ર જાત છે એનો અનુભવ કરતા પવિત્રતા જ પ્રગટ થાય. એ સંવર છે. આહા..હા...!
હવે અજાણ્યા માણસને તો (એમ લાગે કે) કઈ જાતની વાત હશે ? ભાષા (જુદી). આ તે જૈનધર્મની વાત હશે ? આ કઈ જાતની વાત આવી ? દયા પાળવી, વ્રત કરવા, અપવાસ કરવા, લીલોતરી ન ખાવી એવી વાત તો આવતી નથી. ભાઈ ! એ ચીજ તો જુદી છે. જડની ચીજ છે, એ જડની પર્યાયથી જડ ટકી રહ્યું છે. તા૨ે લઈને એ શરીર, વાણી ટકે છે, આવે છે, જાય છે એમ નથી. એ જડ કર્મને શરીરાદિ તેના પરમાણુમાં આવવું, જવું, નીકળવું, ઓછું થવું એ બધી એની જડની દશા તા૨ે લઈને નથી. તા૨ે લઈને તો ફક્ત વસ્તુનો અજાણ ચૈતન્યમૂર્તિનો અજાણ, એને રાગ-દ્વેષ થાય. આહા..હા...!
જેને ચૈતન્યમૂર્તિ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન છે એવું જ્યાં અંતર ભાન થયું, એને જ્ઞાનમયથી જ્ઞાનમય એટલે શુદ્ધમાંથી શુદ્ધમય જ ભાવ થાય. એને અશુદ્ધ ભાવ થાય નહિ. એને પુણ્યના પરિણામ પણ ન થાય, એમ કહે છે. આહા..હા....! દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા, એ ભાવ શુદ્ધને અનુભવતા ન થાય. આ...હા...!
એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત...' નવા આવરણનું આવવાનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ...' રાગ-દ્વેષ, મોહ · મિથ્યાત્વાદિ, એનો પરંપરા) તેનો નિરોધ
—