________________
ગાથા–૧૮૪ થી ૧૮૫
પ૦૫ ઉત્તર :- એ બિલકુલ નહિ. ચરણાનુયોગથી નહિ, ઈ તો આ દૃષ્ટિ ઉઘડ્યા પછી ચરણાનુયોગનો ભાવ આવે એને જાણે. પહેલું આ થયા પછી ચરણાનુયોગ ને વ્રત ને અતિચાર રહિત પાળવા ને ફલાણું એ પછી (વે).
મુમુક્ષુ :- પડિમાઓ ન પાળવી ?
ઉત્તર :– પડિમા સમ્યગ્દર્શન પછી. પહેલી પડિમા ક્યાં હતી ? આહા..હા...! આત્મા આનંદમૂર્તિ પ્રભુ અંદર છે, જેમાં દયા, દાનનો વિકલ્પ રાગ પણ જેમાં નથી એવી ચીજને અંદર જાણ્યા વિના એની પડિમા-ફડિમા બધી મીંડાં છે. મીંડું મોટું (છે). એકડા વિનાની બિંદી નથી કહેતા ? આહા..હા...! અને અંતર્મુખ જોતા આત્મા રાગથી ભિન્ન છે તેમ ભાસે. તે ભાસે તે આત્માના અનુભવને કરે. તેને રાગ-દ્વેષ ને મોહ ન થાય. પણ અંતર્મુખની જેને દૃષ્ટિ નથી, બહિર્મુખની જ્યાં દૃષ્ટિ છે ત્યાં એને રાગાદિ ભળાય છે, ભાસે છે. રાગ ભાસે, દ્વેષ ભાસે. ભ્રમણા એ રૂપે પરિણમે. આહાહા...!
પ્રભુ! સાંભળ તો ખરો ! તારી પ્રભુતા તો જો ! વ્યવહારના શુભ રાગની પર્યાય તો ક્યાંય રહી ગઈ, પણ વીતરાગ નિર્મળ દશારૂપ મુનિપર્યાયનો પણ જેમાં અભાવ છે એવી તારી ધ્રુવ જ્ઞાયક પ્રભુતા છે. નિર્મળ પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે અને સમસ્ત પર્યાયથી રહિત એવું ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. આહાહા ! આત્મા મુનિ છે અથવા કેવળજ્ઞાની છે–એવી પર્યાયનો ભેખ પણ ધ્રુવ જ્ઞાયકમાં નથી. કેવળજ્ઞાન પણ પૂર્ણ નિર્મળ પર્યાય છે, જ્ઞાનની પૂર્ણ પર્યાયવાળો પણ આત્મા નથી. એ પર્યાય ધ્રુવ દ્રવ્યનો વેશ નથી. આત્મા તો ધ્રુવ ગુણસ્વરૂપ સહજ જ્ઞાનની મૂર્તિ છે. ગજબની વાત છે નાથ ! આ જૈનદર્શન-વસ્તુદર્શન છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ અંક-૭૦૯