________________
૫૦૪
સમયસાર સિદ્ધિ-૬
પામતો નથી. આહા...હા...! પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. આહા.! ધર્મી જીવ તો એને કહીએ. આહા..હા..! આત્મા તદ્દન આનંદ અને શુદ્ધ સ્વરૂપ, પવિત્રતાનો ધામ પ્રભુ છે, એને રાગ-દ્વેષથી ભિન્ન કરીને અનુભવવો. જેવું એનું પવિત્ર સ્વરૂપ છે તે પ્રકારે અનુસરીને દશામાં થવું એનું નામ અહીંયાં ધર્મ અથવા સંવર કહે છે. આહા..હા....!
જેને ભેદવિજ્ઞાન નથી. જેને રાગના વિકલ્પથી, વૃત્તિથી પણ આત્મા તદ્દન જુદો છે એવો ભેદ – જુદાપણાનું જ્ઞાન નથી. આહાહા..! તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો....” જે આત્મા જ્ઞાનસ્વભાવી છે, આનંદ સ્વભાવી છે. અનંત અનંત સ્વચ્છ શક્તિનો પિંડ છે એવું ભેદજ્ઞાન છે નહિ તે તેવું જાણતો નથી. આહાહા...! આવી વાત છે. “આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો.” જ્ઞાનસ્વભાવ શબ્દ આખો આત્મા. આખો આત્મા આનંદ અને જ્ઞાન ને શુદ્ધ ચૈતન્ય છે. એવું જેને જ્ઞાન નથી તે અજ્ઞાની રાગને જ આત્મા માને છે.” એ રાગની વૃત્તિ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ ઉઠે એ બધો રાગ છે. એનાથી કલ્યાણ માને અને મારું સ્વરૂપ છે એમ માને. એ બધો રાગ છે, આસવ છે. નવા આવરણનું કારણ છે. વર્તમાન દુઃખરૂપ છે. આહા...! પણ તેનાથી ભિન્નને જાણતો નથી તેથી ક્યાંક પોતાને જાણવાનું માનવું તો થાય છે, પોતાપણું
ક્યાંક માને તો ખરો ને ! એટલે ચૈતન્ય ભગવાન રાગથી ભિન્ન જાણવામાં ન આવ્યો એટલે રાગ છે તે હું છું, એમ માન્યું. આહા..હા....!
‘રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે.” આહાહા..! પોતાના સ્વરૂપને વીતરાગી સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપી છે એને જાણતો નથી તેથી તે રૂપે પરિણમતો નથી. રાગને જાણે છે માટે રાગરૂપે પરિણમે છે. આ હા! ઝીણી વાત ભારે. આખો દિ બીજું કરવું અને એમાં આવી વાત સમજવી). પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી.” આહા..હા...! જે કોઈ આત્મા બહિર્મુખ વૃત્તિ એવો જે રાગ, એને પોતાનો જાણે છે એ કદી રાગથી ભિન્ન આત્માને અનુભવતો નથી. આહાહા...! ઝીણો અધિકાર છે. બહારથી ધર્મ થઈ ગયો એમ આ નથી. વ્રત કર્યા ને તપ કર્યા ને પૂજા કરી ને ભક્તિ કરી, ભગવાનની ખૂબ ભક્તિ કરી માટે ધર્મ થઈ ગયો. ઈ રાગને પોતે આત્મા માને છે, બસ ! આહા..હા..! રાગથી ભિન્ન ભગવાન પડ્યો છે એનું એને જ્ઞાન અને અનુભવ નથી. એથી તે રાગના જ અનુભવને આત્મા માને છે. આહા..હા...!
માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. “માટે એમ નક્કી થયું કે ભેદવિજ્ઞાન...” રાગના વિકલ્પથી પણ જુદો, પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, એવું જેને ભેદજ્ઞાન થયું એનાથી શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. ક્રિયાકાંડ કરતાં શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. આ..હા...!
મુમુક્ષુ :- ચરણાનુયોગથી આત્માનો અનુભવ થાય છે.