________________
ગાથા-૧૮૪ થી ૧૮૫
૫૦૩
ઢંકાઈ ગયો છે, ભેદજ્ઞાન નથી. રાગથી જુદો (નથી પડ્યો). રાગ તે હું, એ દયા, દાન, વ્રત હું છું. આહાહા....! એનાથી ઢંકાયેલ હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર.” ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો,...” લ્યો. “રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. આહા..હા....! માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ....” એટલે પ્રાપ્તિ. ભેદજ્ઞાનથી જ પ્રાપ્તિ થાય, બીજા કોઈ કારણથી થાતી નથી. વિશેષ કહેશે...
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૬૩ ગાથા–૧૮૪-૧૮૫, ૧૮૬શ્લોક-૧૨૭
મંગળવાર, અષાઢ સુદ ૨, તા. ૨૬-૦૬-૧૯૭૯
સમયસાર ૧૮૪-૧૮૫ (ગાથાનો) ભાવાર્થ. જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે.” એટલે ? આ આત્મા જે છે, એ અંદર રાગથી ભિન્ન છે. શરીર જડ છે એનાથી તો ભિન્ન છે, જુદો છે પણ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના ભાવ, એનાથી પણ એ પ્રભુ જુદો છે. એવું જેને ભેદવિજ્ઞાન થયું છે. આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમાં રાગ ભિન્ન છે. જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.” શું કહ્યું? ધર્મી થાય ત્યારે એને આત્મા આનંદ, જ્ઞાન સ્વરૂપ છે એવું ભાન થાય ત્યારે એને ખ્યાલમાં આવે કે આ આત્મા જ્ઞાનસ્વભાવથી કદી છૂટ્યો નથી. અનાદિથી જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે. આવો ધર્મ છે. “જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.”
આવું જાણતો હોવાથી ધર્મી જીવની શરૂઆત રાગના વિકલ્પથી ભિન્ન પડી પોતાને અનુભવે, જાણે અને એમ જાણે કે આ તો કોઈ દિ' રાગરૂપ થયો જ નથી, એકલો જ્ઞાનરૂપ રહ્યો છે. આહા..હા...! “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો....” એટલે ? કર્મના નિમિત્તથી પ્રતિકૂળતાનો ગંજ આવે, સાતમી નરક જેવી પ્રતિકૂળતા હો. આહાહા..! તોપણ “રાગી, દ્વેષી, મોહી થતો નથી.” ઝીણી વાત છે, ભઈ ! “સંવર અધિકાર છે. લોકો કહે કે, અમને સંવર કરાવો. એ સંવર નથી. એ તો બધી આસવની વાતું છે. સંવર જેનાથી ધર્મ થાય, જેનાથી જન્મ-મરણના છેડા આવે, અંત આવે એને અહીંયાં સંવર – ધર્મ કહે છે.
“તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી. કેમકે આત્મા પુણ્ય-પાપના રાગથી અંદર ભિન્ન જાણ્યો, અંતર્મુખ થઈને જાણ્યો કે જ્ઞાનસ્વભાવી, આનંદસ્વભાવી છે. એથી એને પ્રતિકૂળતાના ગંજ હોય છતાં તે રાગ, દ્વેષ અને મોહને