________________
પ૦૨
સમયસાર સિદ્ધિ-૬ એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ છે એવું ભાન, અનુભવ થયો, રાગનો (અનુભવ) નહિ, એવો છે, સત્ છે એનો ઉચ્છેદ કેમ થાય ? આહા...હા...! સતુ સ્વરૂપ ભગવાન આત્મા, એને જ્યાં અનુભવમાં લીધો, હવે કહે છે એ સસ્વભાવ જાય ક્યાં ? સતુ સ્વભાવ પોતે સ્વભાવ છે એ ઉચ્છેદ થઈ જાય ? સતુ સ્વભાવ અસતુ થઈ જાય ? આહા..હા...! એ સત્ સ્વભાવ કાંઈ રાગરૂપ થઈ જાય ? એ સત્ સ્વભાવ દયારૂપ થઈ જાય ? આ..હા....! સત્ સ્વભાવ તો સત્ સ્વભાવરૂપે જ રહે છે. છે ? “કારણ કે સના નાશનો અસંભવ છે.'
“આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો) કર્મ એટલે બહારની પ્રતિકૂળતા. ઓ..હો.હો...! સાતમી નરકની પ્રતિકૂળતા, છતાં ત્યાં સમ્યફદૃષ્ટિ જીવ છે. સમ્યક્ દૃષ્ટિ છોડતા નથી. આહા...હા...! પોતાનું આનંદસ્વરૂપ જાણ્યું છે એને લાખ, કરોડ, અનંત પ્રતિકૂળ સંયોગ આવે પણ પોતાના સ્વરૂપનો વિચ્છેદ થતો નથી. છોડતો નથી એટલે વિચ્છેદ થતો નથી એટલે નાશ થતો નથી. આહાહા...!
- “આવું જાણતો થકો...” ધર્મી – જ્ઞાની... આહા..હા...! “રાગી થતો નથી, દ્વેષી થતો નથી.” આહાહા.! ઘેરાયેલો હોય છતાં, એમ કહે છે. પ્રતિકૂળતાના ઘેરામાં પડ્યો હોય. આહાહા..! ઈ સાતમી નરકની પીડા દુઃખના ઘેરામાં પડ્યો છે, એ દુઃખ સાંભળ્યું જાય નહિ. આહા..હા..! એવું અનંત વાર વેહ્યું છે. કહે છે, ત્યાં પણ સમકિતી છે એ આવી પ્રતિકૂળતામાં પણ પોતાના સ્વરૂપને છોડતા નથી. આહા..હા...! જેને અનાજનો કણ મળતો નથી, પાણીનું બિંદુ (મળતું) નથી. આહાહા! (અહીં) તો જરી (ગરમ) હવા લાગે તો પંખા ખાય ને આ ખાય ને આ ખાય. એને બિચારાને અગ્નિ જેવી ગરમ હવા દરરોજ (લાગે). ક્ષુધાનો પાર નહિ. આખા અઢી દ્વિપના અનાજ ખવડાવે તોય એને દુ:ખ મટે નહિ. દરિયાના પાણી પૂરા પાડો તો તૃષા મટે નહિ. એટલી તૃષા, એટલી સુધા. છતાં ત્યાં મરે નહિ, દેહ છૂટે નહિ. જ્યાં સુધી આયુષ્ય છે. એના શરીરના ટૂકડા થાય, કટકા થાય. આહાહા...!
(આમ હોવા છતાં પણ) “રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.” લ્યો. આહા..હા....! ગમે તેવા બહારના પ્રસંગમાં, અનુકૂળતામાં રાજી નથી, પ્રતિકૂળતામાં દ્વેષ નથી. આત્મા સિવાય જેટલી ચીજ છે એ તો બધી શેય છે. જ્ઞાનીને તો જોય છે. શેયના બે ભાગલા પાડવા કે આ પ્રતિકૂળ છે અને આ અનુકૂળ છે એ અજ્ઞાની છે. આહાહા...! એ તો અજ્ઞાન છે. મંદવાડ પડે, બાયડી સાચવે, એ કાંઈક કરી આપે, લૂગડાં ધોઈ ચે, આવું બધું સાધન કરે કે નહિ ? કરે એમાં આત્માને શું ? એ તો બહારની વાત છે. આ તો પ્રતિકૂળ સંયોગ હોય તોપણ તે આત્માને અનુભવે છે.
“અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી એ જ્ઞાનસ્વરૂપી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ અજ્ઞાનથી