________________
ગાથા-૧૮૪ થી ૧૮૫
થકો, એમ નથી કહ્યું. અગિયાર અંગ અનંત વાર ભણી ગયો. આહા..હા...!
ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે :– જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે. જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થયું...' સુવર્ણ. પ્રચંડ આકરી અગ્નિ વડે તપ્ત થયેલું એવું સુવર્ણ ‘સુવર્ણત્વ છોડતું નથી...' સુવર્ણપણું સુવર્ણ છોડે નહિ. ગમે એવી એને અગ્નિ લાગી હોય... આહા..હા...! અગ્નિની આંચ એને લાગતી નથી. સુવર્ણપણું છોડતું નથી. આહા...હા...! એ દૃષ્ટાંત થઈ ગયો.
૫૦૧
તેમ પ્રચંડ કર્મ્યુદય વડે ઘેરાયું થયું...' આહા..હા...! આકરા કર્મના ઉદયથી ઘેરાયેલું થયું. કુટુંબ ને કબીલા ને બાયડી ને છોકરા ને ધંધા ને વેપાર ને દુકાન (એનાથી) ઘેરાયેલો. પ્રભુ આત્મા આનંદસ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે (એ) બહા૨ના કર્મોદયથી ઘેરાયેલો. આ..હા...! ઘેરાયું થયું પણ (અર્થાત્ વિઘ્ન કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી...' એટલે આત્મા તે આત્માપણું છોડતો નથી. આહા..હા...! અગ્નિને લઈને જેમ સુવર્ણ સુવર્ણપણું છોડતું નથી. એમ ધર્મી જીવને પ્રતિકૂળતાના ગંજ આવો તોપણ તે પોતાના સ્વરૂપને છોડતો નથી. આહા..હા...!
‘જ્ઞાન જ્ઞાનત્વ...’ (અર્થાત્) આત્મા આત્મત્વ છોડતો નથી. કેમ કે હજાર કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે;..' આહા..હા....! સ્વભાવ છે ઈ શી રીતે છૂટે ? હજાર કારણો, લાખ કારણા હોય નહિ. આહા..હા...! ચૈતન્ય સ્વભાવ છે, નિર્લેપ છે, નિરાલંબ છે. એવી ચીજને કદી... આ..હા...! છોડતું નથી અને પ૨વસ્તુને પોતાની માનતો નથી. ‘હજાર કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે;’ સ્વભાવ કાંઈ છુટે ? ‘કારણ કે તેને છોડતા સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય... આહા..હા...! સુવર્ણને અગ્નિ દેવા છતાં સુવર્ણ સુવર્ણપણું છોડે નહિ. એમ ધર્મીએ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ જાણ્યો છે એથી પ્રતિકૂળતા ગમે તે આવે પણ પોતાના આનંદસ્વરૂપને, અનુભવને છોડતો નથી.
આહા..હા...!
વસ્તુનો જ ઉચ્છેદ થાય,... તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય...’ આહા..હા...! વસ્તુ વસ્તુ તો જ્ઞાન શુદ્ધ ચૈતન્ય પવિત્રનો પિંડ પ્રભુ છે. પર્યાયમાં જે વિકા૨ દશા છે એનાથી જુદો પાડીને ભેદજ્ઞાન થયું પછી હવે રાગરૂપ થાય એમ છે નહિ. એમ થાય તો વસ્તુનો નાશ થઈ જાય. વસ્તુનું અસ્તિત્વ નિર્મળ છે, પવિત્ર છે, એવું ભાન થયું છે તેથી અપવિત્રતાના પ્રસંગમાં પણ આત્માનું પવિત્રપણું છૂટતું નથી. આહા..હા...! ગમે એટલા પરિષહ હજા૨ (આવે), ગમે તેટલા પરિષહ આવે, ઉપસર્ગ આવે. આહા..હા...! પોતાના સ્વરૂપને છોડતું નથી. છોડે તો વસ્તુનો નાશ થાય. આહા..હા...!
‘કારણ કે સત્તા નાશનો અસંભવ છે.’ સત્ છે. છે એનો અભાવ શી રીતે થાય ?