________________
૫૦૦
સમયસાર સિદ્ધિ-૬
ગાથા ૧૮૪-૧૮૫ ઉપર પ્રવચન
(હવે) ગાથા બે આવી. હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અનુભવ)...” તમે એક જ વાત કરો, એક જ (કહો તો) એકાંત (થઈ જાય છે. કાંઈક બીજું તો કહો, કાંઈક સાધનથી થાય, આનાથી થાય, આનાથી થાય. ભગવાનનું સ્મરણ કરે, ભગવાન. ભગવાન. ભગવાન.... ભગવાન.... એ રાગ છે. આહા..હા! “ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે ? ક્યા પ્રકારે થાય છે ? એમ પૂછે છે. શિષ્યનો પ્રશ્ન છે). આવું જેને અંદર ઉગ્યું એને ઉત્તર દેવામાં આવે છે. પૂછે છે, “ભેદવિજ્ઞાનથી જ.” રાગથી ભિન્ન પાડીને સ્વરૂપ આત્માનું જ્ઞાન થયું એ વાત કાંઈ ઓછી નથી, બાપુ ! ઓ.હો.હો...! આત્મા જેને નજરે પડ્યો, એનું શેય બનાવ્યું અને તેનું જ્ઞાન થયું એ અલૌકિક વાત છે. આહા..હા..! એની આગળ આ બધા વ્રત ને નિયમ ને તપસ્યા એની પાસે પાણી ભરે. બંધના કારણ છે. આહા...હા...!
“હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ)....” ઉપલબ્ધિનો અર્થ (અનુભવ કર્યો.. કઈ રીતે થાય છે ?’ તેનો ઉત્તર કહે છે.
जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं। ।१८४।। एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।।१८५।।
જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે,
આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. ટીકા :- જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે.” રાગના વિકલ્પથી તદ્દન નિર્વિકલ્પ પ્રભુ આત્મદળ અંદર આનંદદળ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. આહા..હા...! એના જ્ઞાનનો પાર ન મળે. વકીલાતના ને ડૉક્ટરના બધા જ્ઞાન કરે છે ને, ઈ બધા અજ્ઞાન (છે). આ તો જ્ઞાનનો અભ્યાસ છે). આહા..હા...! જ્ઞાનસ્વભાવ, એનો શું પાર ! એવા જ્ઞાનસ્વભાવથી ભેદવિજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સદ્દભાવથી જ્ઞાની થયો...” ભેદજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સભાવથી જ્ઞાની થયો...... આહાહા..! કોઈ શાસ્ત્ર ભણીને જ્ઞાની થયો