________________
શ્લોક-૧૨૦
૩૭૯
એકાગ્ર થા ! આ.હા...હા...! બાકી એની પાસે બીજી વાતું થાય વ્યવહારે. આહા..હા...! અને એમાં તો એમેય કહ્યું ને કે, બાર અંગમાં અનુભૂતિનો ઉપદેશ છે. બાર અંગ છે એ પણ વિકલ્પ છે. એમાં પણ અનુભૂતિ (એટલે કે આત્માને અનુસરવું (એમ કહ્યું છે). આહા...હા....! બાર અંગમાં એ કથન છે. આહા...હા...!
ભગવાન ત્રણલોકનો નાથ પ્રભુ ! આ.હા.! જેની પાસે પરમાત્મા અરિહંતની પર્યાય પણ અલ્પ કહેવાય. આ તો અનંત અનંત ગુણનો પિંડ છે). આ..હા...! એવા મહાપ્રભુમાં એકાગ્રતાનો અભ્યાસ કર, પ્રભુ ! આહા...હા...! આ બહારની ધમાલું, ગજરથ કાઢે, માણસ ભેગા થાય, જન્મ મહોત્સવ ને દીક્ષા મહોત્સવ ને પંચ કલ્યાણક ને પૈસાની બોલી બોલે, ઓલો કહે, પાંચ હજાર, ઓલો કહે દસ હજાર, ઓલો કહે લાખ ! પણ છે શું ? બાપુ ! ભાઈ ! છે ને “આફ્રિકામાં ! ત્યાં તો પૈસાવાળા બહુ છે તો પૈસા બહુ ઉડાડશે માળા ! ‘આફ્રિકા' ! ક્યાં ગયા “રામજીભાઈ ? ઈ “રામજીભાઈ આવવાના. એનો ભાણેજ છે ને
ત્યાં ! આ...હા...! એ બધું ઠીક. આહા..હા..! બહુ આવું થઈ ગયું ને બહુ પૈસા ભેગા થયા) ને બહુ માણસ ભેગા થયા, બે-પાંચ કરોડ ખચણા. આહાહા....! એ બધો શુભ વિકલ્પ છે. બહારની ક્રિયા તો એને કારણે થાય છે, ભાઈ ! સને આંચ દઈશ નહિ, બાપા ! એ બહારના ભભકામાં સત્ છે તેનો આશ્રય લેવો અને એના આશ્રયથી જ બધું થાય, એ સિવાય આંચ દઈશ નહિ. આવું કરશે તો અમને લાભ થશે ને આ કરશું તો લાભ થશે (એમ) રહેવા દે, પ્રભુ ! આહા...હા...! એ આડ લગાડવી રહેવા દે. આહા...હા....!
ઓ.હો..! આચાર્યના હૃદય શું કામ કરે છે ! એને અંતરમાં સમાધિમાં એકાગ્રતા સિવાય ક્યાંય સૂઝ પડતી નથી. સૂઝ-બૂઝ ઈ અંતરની છે. આહાહા..! છે કે નહિ એમાં કળશમાં ?
પાશ્ચમ્ વ વનન્તિ એમ શબ્દ છે ને ? આ...હા...! આ શબ્દમાં એ ભરેલું છે, હોં પ્રભુ ! આ.હાહા...! બીજું આવડે, ન આવડે, કવિતા કરતા આવડે, ન આવડે, યાદગીરી બહુ ન હોય, આહા..હા...! પણ એક યાદગીરી કરનારો ભગવાન એને યાદ કરીને એકાગ્ર થા. આહાહા..! “ચીમનભાઈ ! આવી વાતું છે. આહા..! અત્યારે તો મુશ્કેલ થઈ પડી છે. પ્રભુના માહાભ્ય પડ્યા રહ્યા અને આ બધા બહારના) માહાસ્ય વધારી દીધા. આ..હા...! શાસ્ત્રના ભણતર ને મંદિરો ને ઇન્દ્રો થાય મોટા એક લાખ, બે-બે લાખ ખર્ચે).
મુમુક્ષુ – આપણેય અહીં શિબિર ગોઠવી છે ને !
ઉત્તર :- આ ફેરે માણસ વધારે આવશે એવું લાગે છે. ચારસો માણસ તો આવે છે, આ ફેરી પાંચસો લગભગ થઈ જશે. આ ફેરી વધારે આવશે એવું લાગે છે. ચારેકોરથી આવવા માગે છે. આવે, હોય છે, એ બધું છે. પણ એમાં કરવાનું તો જે દ્રવ્ય છે તેમાં દૃષ્ટિ કરીને પછી પણ તેનો જ અભ્યાસ કરવો. આ વાત છે. એ.ઈ..! આ.હા...!