________________
શ્લોક-૧૨૧
૩૯૫ પરિણમન થવું, એવા શુદ્ધ પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદૃષ્ટિ બની જવું તે.” શુદ્ધનયથી શ્રુત થવાની વ્યાખ્યા આ. આહા...હા...!
પોતાનો પ્રભુ અનંત આનંદની અંતરંગ મીઠાશમાં સ્વભાવથી ભરેલા અનંતા ગુણો, મધુર મીઠા અરૂપી સ્વભાવ જેનો મીઠો (છે), એવો જેનો અનુભવ થયો) એમાંથી શ્રુત થવું એટલે અશુદ્ધરૂપે થવું. શુદ્ધરૂપે જે પરિણમન હતું એ છૂટીને વળી અશુદ્ધ વિકારરૂપે પરિણમન થઈ અને મિથ્યાત્વ ભાવને પામે. આવી વાત છે.
શુદ્ધનયથી શ્રુત થવું એટલે હું શુદ્ધ છું એવા પરિણમનથી....... હું શુદ્ધ છું એવો વિકલ્પ કરે એમ નહિ. શુદ્ધનય પરિણમન જે છે, નિર્વિકારી વીતરાગી પરિણમન જે છે એ શુદ્ધ પરિણમન છે. એનાથી છૂટીને “અશુદ્ધરૂપે પરિણમવું અર્થાત્ મિથ્યાષ્ટિ બની જવું.” અશુદ્ધરૂપે પરિણમવું એટલે જ મિથ્યાષ્ટિ. આહાહા..! કેમકે આત્મા શુદ્ધ સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે. એ તો વીતરાગ શક્તિઓનો ભંડાર છે. એનું પરિણમન છે એ તો વીતરાગી શુદ્ધ છે. એમાંથી ભ્રષ્ટ થવું એટલે વીતરાગી શુદ્ધ પરિણમનથી ખસી જવું અને અશુદ્ધ વિકારી પરિણમનથી પરિણમવું એટલે કે મિથ્યાષ્ટિ થવું. આવું છે. મિથ્યાષ્ટિ બની જવું તે.” તે શુદ્ધનયથી શ્રુત થવું, એમ. આહા..હા.
સમ્યફદૃષ્ટિમાં તો આત્માના શુદ્ધ સ્વભાવરૂપે પરિણમનની મુખ્ય દશા છે. અશુદ્ધતા થોડી છે એ ગૌણ છે. શુદ્ધ પરિણમનની મુખ્યતા છે. આ..હા....! એ શુદ્ધની મુખ્યતા વેદન અને પરિણમનથી વ્યુત થવું એટલે કે અશુદ્ધના વેદનમાં આવવું એટલે કે મિથ્યાદૃષ્ટિ થવું. આવી વાત છે. કહો, લાલચંદજી” આવી વાત છે. બહુ ઝીણી ! મૂળ વાત બહુ સૂક્ષ્મ છે. ઉપરટપકે વ્રત ને તપ ને એ બધું કરે એ બધું સાધારણ છે. પુણ્ય બંધાય. આ વસ્તુ કોઈ અલૌકિક છે !
પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! જેના અતીન્દ્રિય સ્વાદની આગળ ઈન્દ્રના ઇન્દ્રાસનો, ઈન્દ્રાણીના ભોગ સડેલા કૂતરા ને મીંદડાં સડી ગયેલા હોય એવું જેને લાગે. પોતાના સુખની આગળ જગતના કલ્પનાના સુખો સડેલા તરણા જેવા, મીંદડાં જેવા લાગે. આહા..હા...! આવો માર્ગ છે.
એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી....” એટલે પેલો રાગ નહોતો એમ પહેલા કહેતા હતા ને ! સમકિતીને રાગ નથી એમ કહ્યું ને ? સમકિતીને રાગ નહોતા, એમ કહ્યું હતું. ઈ મિથ્યાત્વ સંબંધીના રાગ એને નહોતા. આ એના સંબંધીના રાગાદિ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ સંબંધી રાગાદિ ઉત્પન્ન થાય છે. આહા..હા...! તેથી દ્રવ્યાસવો કર્મબંધના કારણો થાય છે. તેથી જૂના દ્રવ્યાસવ કર્મ એ કર્મબંધના કારણે થાય છે. તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે.”
આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) ચુત થવું એમ કરવો. ભલે એનો ઉપયોગ રાગમાં ગયો હોય પણ શુદ્ધ પરિણમનથી વ્યુત થયો