________________
૪૬૨
સમયસાર સિદ્ધિ-૬
પ્રકાશે છે. આહાહા.... અત્યંત સ્વરૂપ વિપરીતથી પ્રકાશે છે. આહા..હા..! સામે છે કે નહિ ? એકેએક લીટીમાં ઘણું ભર્યું છે. ઓ.હો.હો...!
અને એ રીતે...” હજી એક નવી (વાત). “સ્વભાવો ભિન્ન હોવાથી...” દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને ચૈતન્યના જાણવાના પરિણામ, બે જાત સ્વભાવ ભિન્ન છે. આહા..હા..! એ પાછું કારણ બીજું કેવું છે. એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે.” એ વસ્તુ જુદી છે. પણ હવે એ વસ્તુ જુદી છે એમાં જરીક કહેવું છે. “વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને.” જોયું ? આ લેવું છે પાછું. એ રાગાદિ અજ્ઞાન છે. એમાં જ્ઞાન નથી, એમ પાછું કહેવું છે. આહા..હા...!
આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞાનપરિણતિથી આત્મા જણાય અને રાગ છે તે તદ્દન ભિન્ન સ્વભાવ છે. કારણ કે, કીધું ને ? જ્ઞાન અને અજ્ઞાન, બેને આધાર-આધય છે જ નહિ. રાગ અજ્ઞાન છે. એ દયા, દાનનો વિકલ્પ પણ અજ્ઞાન એટલે એમાં જ્ઞાનનો અંશ નથી. અજ્ઞાન છે. આહા..હા...! એ પુણ્ય-પાપના ભાવ તે અજ્ઞાન છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેથી “વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને) આધારાધેયપણું નથી.” આહા..હા...! એક-બે આ ગાથા વાંચે તો (સમાધાન થઈ જાય એવું છે). આહા..હા...! કેવું કહ્યું છે, જુઓને ! “ભિન્ન સ્વભાવે પ્રકાશે છે.” બેયના સ્વભાવ ભિન્ન પ્રકાશે છે. બેયના સ્વભાવ ભિન્ન પ્રકાશતા હોવાથી બેય વસ્તુ જુદી છે. બેય વસ્તુ જુદી હોવાથી જ્ઞાન અને અજ્ઞાન કીધું. (સ્પષ્ટતા) કરતા કરતા લાવે છે. રાગના દયા, દાનના, વ્રતના પરિણામ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી એ તો રાગ છે. આહાહા....! અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનસ્વરૂપ અને અજ્ઞાન બેય તદ્દન ભિન્ન છે. આહા...હા...!
આ રીતે... ગજબ વાત કરી છે ! ટીકા. ઓ.હો...હો...! જ્ઞાન એટલે આત્માને. આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. એની પરિણતિ જ્ઞાન અને આનંદની છે. એ પરિણતિ દ્વારા એ જણાય એવો છે. માટે પરિણતિ તેનો આધાર છે. રાગનો આધાર રાગ છે. રાગને અને આને બેને, જ્ઞાન ને અજ્ઞાનનો બેનો ફેર છે. આહા..હા..! સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધા-જ્ઞાનનું પરિણમન અને રાગનું પરિણમન એ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન બેય વસ્તુ જુદી છે. કહીને પછી (કહે છે કે, જ્ઞાન અને અજ્ઞાન બેય જુદા છે. “જ્ઞાનને અને અજ્ઞાનને ક્રોધાદિકને) આધારાધેયપણું નથી.” એમ. બન્ને વસ્તુ ભિન્ન છે તેથી રાગને આત્માનો આધાર જરીયે છે, શુભરાગ આત્માને સમ્યગ્દર્શનમાં કંઈક મદદ કરે છે એમ જરીયે નથી.
“કાંતિલાલ'નું ઈ જ કહેવું છે, બસ ! શુભભાવ છે ને ? અધકરણ ને અનિવૃત્તિકરણ (આવે છે ને ?) આહાહા...! અરે.રે...! થાય ? ભાઈ ! પાછું અભિમાન મૂકી દેવું કઠણ પડે. આવતા, સાંભળવા આવતા. સાંભળવા તો આવે જ તે (પણ) પોતાની વાત રાખીને. ઈ અહીં ‘સોભાગભાઈ આવતા ઈ પોતાની વાત રાખીને સાંભળતા. પણ આખરે નરમ