________________
૪૬૪
સમયસાર સિદ્ધિ-૬. છે. એમ છે નહિ. આકાશને વળી આધાર કોણ ? પરવસ્તુ એમાં રહે, એથી વ્યવહાર અવગાહન કહેવાય, પણ આકાશ શેમાં રહે ? આહા..હા...! આધારે ઈ અને આધેય ઈ. આહાહા....
આ રાગ ને આત્માને આધાર-આધેય સંબંધ નથી ઈ સિદ્ધ કરવા આ વાત લીધી છે. વાત તો પેલી સિદ્ધ કરવી છે પણ એ ન સમજાય એને તે દાખલો આપ્યો કે, ભઈ ! તું આકાશ છે એ વિચાર. આકાશને આધાર કોણ ? બીજા કોઈ દ્રવ્યનો આધાર છે ? તારી કલ્પના ત્યાં ઠરી જશે. આકાશનો આધાર આકાશ છે. આહા..હા...! વાહ અને તે નહિ પ્રભવતાં, “એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે” ઠીક ! આ..હા....! આકાશ છે એ જ આકાશને આધાર છે. “એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. આકાશને કોઈ બીજો આધાર છે એમાં આકાશ રહેલ છે, એવું ભાસતું નથી. આહા...!
એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” હવે આત્મા ઉપર ઉતારીએ. આહા..હા..! જ્ઞાનસ્વભાવ ભગવાન આત્મા, આનંદ સ્વભાવ શુદ્ધ પવિત્ર સ્વભાવ, પરમાત્મા એને પોતાની બુદ્ધિમાં સ્થાપીને.” આ..હા...હા! ભેદજ્ઞાન કરાવ્યું. “જ્ઞાનનો આધારાધેયભાવ વિચારવામાં આવે.” આત્માનો આધાર-આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી. એ આત્મા કોઈ બીજા દ્રવ્યને આધારે છે નહિ. આહા..હા.! આત્મા રાગને આધારે નથી, રાગ આત્માને આધારે નથી. આહાહા..! છે ?
“બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં “એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે આત્મા આત્માની પરિણતિમાં, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. પોતે વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આહાહા...! “એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી.” પરનું આધારપણું અને આત્મા આધેય, એવું ભાસતું નથી. જેમ આકાશને પર આધાર અને આકાશ આધેય નથી એમ ભગવાન આત્માને આધાર રાગાદિ અને આત્મા આધય એમ ભાસતું નથી. એનું સ્વરૂપ છે. તે આધાર અને આત્મા તે આધય. આહાહા...! એમાં છે ?
પર-આધારાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે...... આહા...હા! આત્મા આત્મામાં જ છે. એટલે કે આત્માનું સ્વરૂપ જે પરિણતિ કરે એ આત્મામાં છે, એ પણ આત્મા છે. રાગાદિ આત્મા નથી, શરીર, નોકર્મ એ આત્મા નથી. પણ આત્માનું જાણવુંદેખવું, શ્રદ્ધવું, ઠરવું એ આત્મા છે. એનું સ્વરૂપ છે ઈ આત્મા છે અને એ સ્વરૂપના આધારે આત્મા રહેલ છે. તો જ્ઞાન જ્ઞાનમાં રહ્યું છે, આત્મા આત્મામાં રહ્યો છે. આહાહા....!
“જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. જેમ આકાશનો આધાર આકાશ જ છે. એમ વિકારનો આધાર આત્મા છે એમ નહિ. આહાહા! એક બાજુ એમ