________________
૪૭૦
સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાનપ્રધાન કથન છે ને ! શ્રદ્ધા, આનંદ અનંત ગુણનો વ્યક્ત અંશ છે એ બધા અંશો એ પર્યાય દ્રવ્યને જાણે છે. જાણે છે જ્ઞાન. બીજી તો એક બાજુ ઢળેલી વસ્તુ છે. આહા..હા...! આત્માનું સ્વરૂપ જાણનક્રિયા છે. માટે જ્ઞાન આધેય છે...' આહા..હા....! આત્મા વસ્તુ છે તે આધેય છે. આ..હા...! ૨હેના૨નું રહેઠાણ એ આત્મા નહિ. રહેનારનું રહેઠાણ જ્ઞાનપર્યાયનું સ્વરૂપ તે એનું રહેવાનું રહેઠાણ છે. આહા..હા...!
‘જ્ઞાન આધેય...’ છે. જ્ઞાન એટલે આત્મા. ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એ આધેય છે એટલે રહેનાર છે. શેમાં (રહેનાર છે) ? જાણનિક્રિયા આધાર છે.’ આ..હા..હા...! જાણનક્રિયા જે ચૈતન્યનું નિર્મળ પરિણમન (થયું), ચૈતન્યનું નિર્મળ પરિણમન (થયું) તેનાથી તે જણાણો માટે તે આત્મા જાણનક્રયામાં છે. જાણનક્રિયા(ને) આધારે છે. આહા..હા...! આવી વાતું હવે. શું આમાં કરવું ? આ કરીને, આ સમજીને શું કરવું ? ઈ સમજીને આત્મા આમ છે, આ પર્યાય છે, જાણન પર્યાય છે એમાં આત્મા રહેલ છે. એટલે એમાં આત્મા જણાય છે એટલે રહેલ છે. આહા..હા...! રાગ અને પુણ્ય-પાપના પરિણામમાં પરિણિત તેની તેમાં એ વિકાર રહેલો છે. આહા..હા...! આ તો બીજી-ત્રીજી વાર વંચાણું. થોડું ચાલ્યું હતું નહિ ? પછી ‘રાજકોટ’વાળા આવ્યા હતા (એટલે) ફરીને (લીધું).
જ્ઞાન જ આધાર છે,...' એટલે ? આ..હા...! આ જ્ઞાન જ આધાર, ઈ જ્ઞાન કોણ ? જાણક્રિયા. પહેલું લીધું ને (કે), જ્ઞાન આધેય છે અને જાણક્રિયા આધાર છે. એ જ્ઞાન એટલે આખી ત્રિકાળી વસ્તુ અને જાણનક્રિયા એ વર્તમાન પરિણમન, એને આધારે છે. આ..હા...! કેમકે જાણન પરિણમનમાં જણાણો. છે તો છે પણ એને જણાણો નહિ તો એને કયાં છે ? આહા..હા...! વસ્તુ તો ભગવાન અનંત ગુણનો પિંડ, ભગવત્ સ્વરૂપ બિરાજે છે. દરેક ભગવાનઆત્મા, ભગવત્ સ્વરૂપ છે અંદર. આહા..હા...! બાળગોપાળ બધા. શરી૨ કાઢી નાખો, એને ન જુઓ, શરીરને ન જુઓ, રાગને ન જુઓ તો બધા ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્ય એ એની પિરણિતમાં જણાય છે. (માટે) એ પરિણિત એનું સ્વરૂપ છે. તેથી સ્વરૂપ અને પરિણતિ, પરિણતિ અને વસ્તુ અભિન્ન છે. જ્ઞાનની પરિણિત અને વસ્તુ અભિન્ન છે. આહા..હા...!
જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી.’ જે જાણવાની પર્યાય થઈ, જેણે સ્વને શેય બનાવ્યું, જે જ્ઞાનની વર્તમાન દશાએ સ્વને શેય બનાવ્યું એ જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી, આત્મા જુદા નથી. આહા..હા...! હળવે હળવે તો કહેવાય છે. મુમુક્ષુ :- જ્ઞાન આધારરૂપ છે. ઉત્ત૨ :કીધું નહિ ? જ્ઞાન આધાર છે, તો એ ક્યું જ્ઞાન ? જાણનક્રિયા. જે પર્યાયે આત્માને જાણ્યો તે જ્ઞાન. એ આધાર છે.
‘જ્ઞાન જ આધાર છે...’ અને જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી.’ પરિણિત જાણવાની