________________
४८४
સમયસાર સિદ્ધિ-૬. રત્નત્રય આધાર છે અને નિશ્ચય રત્નત્રય આધેય છે એમ નથી). અહીં તો આધેય આખા તત્ત્વને કહેવું છે પણ આમેય નથી, એમ. આહા..હા...!
એ તો સમકિત આદિ મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ કર્યો, જેનાથી જણાણો, એ જેનાથી જણાણો એ એનો આધાર. કારણ કે જણાણો શેનાથી ? કે, જ્ઞાનથી. આમ જ્ઞાનને અંતરમાં વાળ્યું ત્યારે જણાણો. માટે જ્ઞાનને એટલે આત્માને જ્ઞાનનો આધાર એટલે એના સ્વરૂપનો આધાર છે. આહા...હા...!
‘ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.” જોયું ? “જ્ઞાન જ જ્ઞાનમાં જ છે....” ક્રોધાદિ એટલે રાગ. ક્રોધ ને માન બે દ્વેષ છે. માયા ને લોભ બે રાગ છે. એટલે એ લોભમાં રાગ આવી જાય છે. એટલે રાગાદિ બધું પર છે. એ રાગાદિ રાગમાં છે. આત્મા જ્ઞાનની પરિણતિમાંથી જણાણો (7) પરિણતિમાં છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અંદર બુદ્ધિમાં આખો આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ પૂર્ણ, પૂર્ણમ્ ઇદમ્ પૂર્ણ સ્વરૂપ છે. તત્ત્વ છે ઈ કંઈ અધૂરું હોય ? પૂર્ણ છે. એ પૂર્ણ જ્ઞાન ને આનંદનો ઢગલો છે. એને બુદ્ધિમાં – લક્ષમાં લઈને વિચાર કરે કે, આને આધાર કોણ ? ઈ વસ્તુને આધાર કોણ ? આધાર એ મનન કરવાનું પરિણમન, જાણનક્રિયા થઈ તે આધાર (છે). એનાથી જણાણો માટે આધાર. રાગથી જણાણો નહિ માટે આધાર નહિ. આહા..હા...! સમજાય છે કાંઈ ? આવું ઝીણું પડે.
જ્ઞાન જ જ્ઞાનમાં જ છે.” રાગાદિ રાગાદિમાં જ છે. આહાહા! વ્યવહાર છે ઈ વ્યવહારમાં જ છે અને નિશ્ચય છે, મનન ઈ નિશ્ચય પરિણમન થયું એમાં એ આત્મા છે. એમાં આત્મા જણાણો છે. આહા..હા...! સમજાણું કાંઈ? આ તો સંવરનો શરૂઆતનો અધિકાર છે, ઘણો અલૌકિક છે. આહા..હા...!
અહીં તો કીધું કે, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ વસ્તુ જ આત્માથી જુદી છે અને એના પ્રદેશ જુદા છે, એની સત્તા જુદી છે, એનો આધાર જુદો છે. આહા.! અને બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. આહા...હા...! તેથી જ્ઞાન અજ્ઞાનમાં નથી. એટલે રાગાદિ અજ્ઞાન છે તેમાં આત્મા નથી. એટલે એવી ક્રિયાકાંડથી આત્મા જણાય એવો નથી. આહાહા.! સમજાણું કાંઈ ?
આ પ્રમાણે (જ્ઞાનને અને ક્રોધાદિક) આત્માનું અને રાગ-દ્વેષનું – ક્રોધ, માન, માયા, લોભ તેમ જ કર્મ-નોકર્મનું) કર્મ જડ માટી છે એ આત્મા નથી અને કર્મને આધારે આત્મા નથી તેમ કર્મ આત્માને આધારે નથી. આહા..હા...! કર્મની પર્યાય કર્મને આધારે છે. ઈ કર્મપર્યાયને આધારે છે. એની પર્યાય જણાણી કે આ વિકાર છે એને આધારે કર્મ છે. આત્માને આધારે કર્મ (નથી). અહીં એક પ્રદેશ ભેગા છે. જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે પણ કર્મનો આધાર આત્માને નથી તેમ આત્માનો આધાર કર્મને નથી. આહા...હા...! એમ આ શરીર છે, નોકર્મ લીધું છે ને ? એનો અર્થ કરે છે. “ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ